કોંગ્રેસે ગઈકાલે મોડી સાંજે તેના 34 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં ગુજરાતના 11 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જામનગર અને સુરતમાં કોંગ્રેસે નવા ચહેરાઓને મેદાનમાં ઉતાયર્િ છે તો વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો સહિતનાઓને પણ કોંગ્રેસે ટિકિટ આપીને સિનિયરોનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. અમરેલીમાં પૂર્વ સંસદ સભ્ય અને ધારાસભ્ય પણ રહી ચૂકેલા વિરજીભાઈ ઠુંમરની પુત્રી જેનીબેન ઠુંમરને ટિકિટ આપી છે. જેનીબેન ઠુંમર અત્યારે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ છે તેમણે પોતાનો અભ્યાસ લંડનમાં કર્યો છે.
જામનગરમાં કોંગ્રેસે જે. પી. મારવીયા નામના નવા યુવા ચહેરાને તક આપી છે. જે પી મારવીયા જામનગર
જલ્લા પંચાયતના સભ્ય છે. સુરતમાં ભાજપે નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે. 45 વર્ષની વયના નિલેશ કુંભાણી મહાનગરપાલિકાની અને ધારાસભાની ચૂંટણી અગાઉ લડી ચૂક્યા છે.
કોંગ્રેસે 11 ઉમેદવારોનું વધુ એક લિસ્ટ જાહેર કર્યું છે પરંતુ આમ છતાં હજુ રાજકોટના મામલે સસ્પેન્સ જળવાઈ રહ્યું છે. રાજકોટમાં વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા અને અમરેલીના વતની પરેશભાઈ ધાનાણીનું નામ સંભળાતું હતું પરંતુ ગઈકાલે મોડી સાંજે જાહેર થયેલા લીસ્ટમાં રાજકોટ બેઠક બાબતે કોઈ જાહેરાત કોંગ્રેસે કરી નથી. પરેશ ધાનાણી જો ટિકિટ માટે ઇનકાર કરશે તો આ બેઠક માટે રાજકોટ જિલ્લા પંચાયતના અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરાનું નામ પ્રબળ દાવેદારોના લિસ્ટમાં ટોચ પર છે.
કોંગ્રેસનાં ઉમેદવારોનો પરિચય
અમરેલી
શ્રીમતિ જેનીબેન ઠુંમર
શૈક્ષણિક લાયકાત : એમ. બી. એ. (લંડન),
ડિપ્લોમાં ઈન કોમ્પ્યુટર સાયન્સ (એન્જીનીયર)
ઉમર: 45
રાજકીય હોદ્દો: પ્રમુખ, પ્રદેશ મહિલા કોંગ્રેસ
પ્રમુખ, અમરેલી જીલ્લા મહિલા કોંગ્રેસ
મહામંત્રી, પ્રદેશ યુવક કોંગ્રેસ
જામનગર
જે. પી. મારવીયા
કોંગ્રેસ પક્ષનો યુવા પાટીદાર ચેહરો.
રાજકીય હોદ્દા
જામનગર જિલ્લા પંચાયત સભ્ય
પાટણ
ચંદનજી ઠાકોર
શૈક્ષણિક લાયકાત : 10 પાસ
ઉંમર : 52
રાજકીય હોદ્દો: પૂર્વ ધારાસભ્ય સિધ્ધપુર
સાબરકાંઠા
ડો. તુષારભાઈ ચૌધરી
શૈક્ષણિક લાયકાત :એમ.બી.બી.એસ.
ઉમર : 59
રાજકીય હોદ્દો: ધારાસભ્ય, વ્યારા ખેડબ્રહ્મા
સાંસદ, લોકસભા 14મી-15મી
પૂર્વ કેન્દ્રીયમંત્રી, ભારત સરકાર
ખેડા
કાળુસિંહ ડાભી
શૈક્ષણિક લાયકાત : જુની એસ.એસ.સી.
ઉમર: 66
રાજકીય હોદ્દો: પૂર્વ ધારાસભ્ય, કપડવંજ
પંચમહાલ
ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણ
શૈક્ષણિક લાયકાત : બી.કોમ.
ઉમર: 63
રાજકીય હોદ્દો: ધારાસભ્ય, લુણાવાડા
ચેરમેન, મહિસાગર જીલ્લા પંચાયત
દાહોદ (એસ.ટી.)
ડો. પ્રભાબેન તાવિયાડ
શૈક્ષણિક લાયકાત: એમબીબીએસ.
રાજકીય હોદ્દો: સાંસદ સભ્ય (2009-2014)
પૂર્વ ઉપપ્રમુખ, ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસ
સચિવ, એ.આઈ.સી.સી
સુરત
નિલેશભાઈ મનસુખભાઈ કુંભાણી
શૈક્ષણિક લાયકાત: એસ.વાય.બી.એ.
ઉમર : 45
રાજકીય હોદ્દો: પૂર્વ કાઉન્સીલર, સુરત કોર્પોરેશન
આણંદ
અમિતભાઈ અજીતસિંહ ચાવડા
શૈક્ષણિક લાયકાત : કેમીકલ એન્જીનીયર
ઉંમર : 48
રાજકીય હોદ્દો : નેતા, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ
ધારાસભ્ય 5 ટર્મ,
પૂર્વ પ્રમુખ,
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
શ્રેષ્ઠ યુવા ધારાસભ્ય પુરસ્કાર વિજેતા
પૂર્વ આણંદ જીલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ
ગાંધીનગર
સોનલબેન પટેલ
વ્યવસાય : આર્કિટેક્ટ
રાજકીય હોદ્દો : પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખ,
મંત્રી, એ આઈ સી સી
છોટા ઉદેપુર
સુખરામ રાઠવા
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા, આદિવાસી ચેહરો.
રાજકીય હોદ્દો : પૂર્વ ધારાસભ્ય,
પૂર્વ વિપક્ષ નેતા,
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 555મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવણી
November 15, 2024 01:16 PMઘરમાં પડેલા જૂના નકામા સ્વેટરને ફેંકી દેવાને બદલે આ રીતે કરો રિયુઝ
November 15, 2024 01:08 PMરાજકોટ : મવડી વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં બિનઅધિકૃત રીતે પ્લાન તૈયાર કરવા બાબતે ચક્કાજામ
November 15, 2024 01:03 PMસાગરપુત્રોની ટ્રીપ દરિયાઈ પ્રદૂષણને કારણે લંબાઇ હોવા છતાં સરકાર જાગતી નથી
November 15, 2024 01:02 PM"આજકાલ"ની ન્યુઝ સ્ટોરી બાદ અસ્માવતી ઘાટની થઈ સફાઈ
November 15, 2024 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech