અભિનેત્રી અનુષ્કા શર્મા બોડીગાર્ડ સાથે બાઈક પર સવાર થઈને ક્યાં ગઈ, જુઓ વીડિયો…

  • May 15, 2023 06:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેના બોડીગાર્ડ સાથે બાઇક પર સવાર જોવા મળી હતી. અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે બાઇક પર બેસીને ક્યાંક જતી જોવા મળી રહી છે.


અનુષ્કા શર્મા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. અનુષ્કા પાસે ભલે લાંબા સમયથી કોઈ ફિલ્મ ન હોય, પરંતુ એક યા બીજા કારણોસર તે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો અવારનવાર આવતા રહે છે. હવે તેનો એક નવો વીડિયો ચર્ચામાં છે.




માનવ મંગલાનીએ અનુષ્કા શર્માનો એક નવો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જે ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. આ વીડિયોમાં અનુષ્કા તેના બોડીગાર્ડ સાથે જોવા મળી રહી છે. તે બોડીગાર્ડ સાથે બાઇક પર બેસે છે અને પછી ક્યાંક જતી જોવા મળે છે.


અનુષ્કા શર્માને શા માટે બાઇકની કરવી પડી સવારી ?

હવે જ્યારે આ વીડિયો સામે આવ્યો ત્યાર બાદ એવી ચર્ચા શરૂ થઈ કે અનુષ્કા શર્માએ કાર છોડીને બાઇક પર સવારે કેમ થઈ? તો તમને જણાવી દઈએ કે જુહુમાં ઝાડ પડી જવાને કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો અને ત્યાંથી કાર લઈને જઈ શકાઈ તેમ ન હોવાથી અનુષ્કા શર્માએ બાઈકની સવારી કરી હતી. ઉલ્લેખનીય છે કે અનુષ્કાને ક્યાંક જવાનું હતું, ત્યારે તે બાઇક પર નીકળી અને મુંબઈની સડકો પર મુસાફરી કરતી જોવા મળી હતી.


સોશિયલ મીડિયા પર આ વીડિયો જોયા બાદ લોકો હવે કોમેન્ટ સેક્શનમાં પોતાની પ્રતિક્રિયા લખી રહ્યા છે. એક ઇન્સ્ટાગ્રામ યુઝર ધ હંગ્રી સ્વેમ્પીએ વિડિયો પર ટિપ્પણી કરી, "ન તો મેડમે હેલ્મેટ પહેર્યું હતું કે ન તો તેના બોડીગાર્ડે.” રજની મનપ્રીત સિંહ નામના અન્ય યુઝરે લખ્યું, "અને હેલ્મેટ?" આ વીડિયો પર ઘણા યુઝર્સ હેલ્મેટને લઈને સવાલો પૂછી રહ્યા છે. સચદેવા શિવ નામના વ્યક્તિએ કમેન્ટ કરી કે, "સુલતાન કા સીન બન ગયા યે તો."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application