ઉમરાળાનો ડ્રાઇવર ઝડપાતા અનેક ઘરફોડ ચોરીઓનો થયો પર્દાફાશ

  • November 28, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ નજીકની સોસાયટીઓના બંધ મકાનોની રેકી કરી રહેલા શખ્સને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ પૂછતાછ કરતા શખ્સ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામનો રહેવાસી હોવાનું અને પાલીતાણામાં રહેતો તેના સાથીદાર સાથે મળી અસંખ્ય ઘરફોડ ચોરીઓનવા અંજામ આપ્યો હોવાની કબૂલાત આપતા એલસીબીએ શખ્સનવા રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કરવા તેમજ પાલીતાણાના ફરાર બનેલા શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
જૂનાગઢ શહેરની  સોસાયટીઓના  બંધ મકાનોની રેકી કરતો રીઢો તસ્કરને પોલીસે ઝડપી લઇ અન્ય તસ્કરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. શહેરમાં બસ સ્ટેશન નજીક આવેલ સોસાયટીઓના  બંધ મકાનોની એક શખ્સ રેકી કરતો હોવાની મળેલી બાતમી અને ટેકનીકલ સોર્સના માધ્યમથી ક્રાઈમ બ્રાન્ચના જે. જે. પટેલની ટીમનાં એએસઆઇ વિક્રમભાઈ ચાવડા સહિતનાઓએ દોડી જઈ નહેરુ પાર્ક સોસાયટીમાંથી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઢ ગામે રહેતો   મુકેશ ઉર્ફે ભોપલો રમેશ સોલંકી(ઉ. વ. ૩૮)ને રાઉન્ડ અપ કરી  તેનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા શખ્સ સામે ૨૧ ગુના નોંધાયા હોવાનું ખુલ્યું હતું. વધુ  પૂછપરછ કરતા શખ્સે ૧૨ દિવસ પહેલા પાલીતાણા નો રણજીત ઉર્ફે બોડિયો રામજી પરમાર સાથે ભેસાણ તાલુકાના કરીયા ગામે ધોળા દિવસે ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આ ઘટના સમયના સીસીટીવી ફૂટેજ આધારે સમર્થન મળતા પોલીસે મુકેશ ઉર્ફે ભોપલોની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા ૫, ૦૦૦ નો મોબાઇલ અને રૂપિયા રોકડા રૂ. ૧, ૫૩૦ કબજે લઈ આગળની કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા શખ્સની  પૂછપરછમાં ભાવનગર પંથકના તસ્કર મુકેશ ઉર્ફે ભોપલોએ ભરત ઉર્ફે પથુ મનુ વાઘેલા, સંજય હરેશ પરમાર અને ભયલુ મનુ વાઘેલા સાથે મળીને લોધિકાના થોરડી ગામે, આટકોટ પાસેના ગામમાં, ધોરાજીના મોટી પરબડી ગામે, ગોંડલ પાસેના વેજા ગામમાં, બોટાદના લાખયાણી ગામે બંધ મકાનમાંથી તેમજ ભાવનગર નજીકના  અધેવાડાનો નરેશ વશરામ, રમેશ વશરામ તથા રમેશ પોપટ સાથે ભાવનગરમાં ખુલ્લી જગ્યા માંથી લોખંડના એંગલની ચોરી કર્યાની અને ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં દિવસ દરમિયાન બંધ મકાનમાંથી ચોરીની કોશિશ કર્યાની કબુલાત આપતા પોલીસે રિમાન્ડની માંગ સાથે તેને કોર્ટ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application