સૌથી વધુ ગરમી આ મહીનામાં પડતી હોવાની સ્કુલોમાં વેકેશન હોય છે પરંતુ કેટલીક ચોકકસ સ્કુલ અને કલાસવાળા આ મહીનામાં પણ પોતાના સત્ર શું કામ ચાલું રાખે છે ?: એસીમાં સ્પાર્ક થવાના કારણે આગની ઘટના નહીં બને તેની શું ગેરેન્ટી ?: કાળઝાળ ગરમીમાં વેકેશનનું કડક પાલન જરી: ચારેકોરથી બંધ ગેમ ઝોન પણ આકરી ગરમીમાં બંધ રખાવવા જોઇએ
સુરતના ટયુશન કલાસની એ ભયાનક જીવલેણ આગ કે પછી રાજકોટમાં ડેથ ઝોન બનેલા ગેમ ઝોનમાં હોમાયેલી જીંદગીઓ અને આ સિવાય આગની ગુજરાતમાં તથા દેશમાં બનતી ઘટનાઓ પાછળ સંચાલકો ઉપરાંત જે તે વિસ્તારના તમામ ઉચ્ચ અધિકારીઓની ઘોર બેદરકારી વધુ એક વખત ઉઘાડી પડી છે, નિર્દોષ લોકોની જીંદગીઓ હોમી દેનાર આવી જીવલેણ દુર્ઘટનાઓ માટે વાસ્તવમાં જવાબદાર તમામ સામે કલમ 302 હેઠળ ગુનો નોંધાવો જોઇએ, પરંતુ અફસોસ કે આવું થતું નથી ત્યારે સ્વયં લોકોએ જાગૃત થવાની જર છે અને ખાસ કરીને ઉનાળાના કાળઝાળ એવા મે અથવા જુન મહીના દરમ્યાન છાનાખુણે ધમધમતા સ્કુલો-કલાસીસ અને ચારેકોરથી પેક એવા ગેમ ઝોનને ફરજીયાત બંધ રખાવવા જોઇએ જેથી કરીને બાળકોની, લોકોની મહામુલી જીંદગીઓને સુરક્ષીત કરી શકાય.
આ બાબત એટલા માટે ઉપસ્થિત થઇ છે કારણ કે, છેલ્લા એક માસથી જામનગર સહિત રાજયભરમાં અગનવષર્િ જેવી ગરમી પડી રહી છે, ગુજરાતમાં તાપમાન 46 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું, સા છે કે હાલમાં વેકેશન છે એટલે બાળકો ઘરોમાં સુરક્ષીત છે પરંતુ રાજકોટની દુર્ઘટના બાદ તમામ બાબતો પર નજર કરતા એક એવી બાબત પણ સામે આવી છે જેની સામે તંત્રએ તાકીદે પગલા લેવા જોઇએ અને વેકેશન હોવા છતાં કેટલીક ચોકકસ સ્કુલોમાં અને કેટલાક કલાસીસમાં જે ભણતર ચાલું રાખવામાં આવ્યું છે તે બંધ રખાવવું જોઇએ.
કાળઝાળ ગરમીને કારણે ગમે તે આગની દુર્ઘટના બનવાની ભીતિ રહે છે, માત્ર પોતાની સ્કુલનું પરીણામ સા દેખાડવાની લાલચમાં અને પોતાના કલાસના વિદ્યાર્થીઓ સારા ગ્રેડ મેળવે એવું દેખાડવા મથતા સંચાલકોને કમસે કમ માનવીય ધોરણ અપનાવવું પડશે અને મે મહીના જેવા કાળઝાળ ગરમીના દિવસોમાં પોતાની સ્કુલો તથા કલાસીસના એસી સહિતના તમામ મેન્ટેનન્સ પુરી રીતે થાય એ માટે આવા સ્કુલ અને કલાસીસ બંધ રખાવવા જોઇએ.
આ જ રીતે આકરી ગરમીમાં બાળકોને મનોરંજન આપતા ગેમ ઝોન અને વિડીયો ગેમ પાર્લરો પણ બંધ રખાવવા જોઇએ, કારણ કે મોટા ગેમ ઝોન ચારેકોરથી બંધ હોય છે, તેની અંદર રમવાના અને મનોરંજનના જેટલા સાધનો હોય છે એ બધા રબ્બર, રેગઝીન અને એવા ધાતુના બનેલા હોય છે જે ઝડપથી આગ પકડી લેતા હોય છે માટે આવા તમામ ગેમ ઝોન પણ કમસે કમ ઉનાળાની આકરી ગરમીમાં બંધ રખાવવા જોઇએ.
જે ઘરોમાં એસી નથી હોતા એવા વાલીઓ પોતાના બાળકોને લઇને બપોરના સમયે ડેથ ઝોન જેવા ગેમ ઝોનમાં એટલા માટે પણ જતા હોય છે કે એક તરફ બાળકો મનોરંજન મેળવી લે અને બીજી તરફ વાલીઓ ઠંડક મેળવી લે, પણ એમને ખબર નથી હોતી કે કયારે રાજકોટ જેવી કણાંતીકા પણ સર્જાઇ જતી હોય છે.
મુદે વાત એ છે કે, કાળઝાળ ગરમીના દિવસોમાં સ્કુલોમાં વેકેશનનું કડક પાલન થવું જોઇએ, જેટલા કલાસીસ હોય એ બધા પણ બંધ રહેવા જોઇએ, જયાં-જયાં પણ એસી લગાડેલા હોય એ તમામ પોતાના મેઇન્ટેનન્સ કરી લે એ પછી જ વિદ્યાર્થીઓને બોલાવે એવી ફરજ પાડવી જોઇએ, કારણ કે માત્ર પોતાની સ્કુલ અને કલાસના સારા દેખાવ માટે વિદ્યાર્થીઓની જીંદગીને જોખમમાં મુકવું હરગીઝ વ્યાજબી ગણી શકાય નહીં.
આ ઉપરાંત વાલીઓને પણ એ બાબતની વિનંતી કરવી ઘટે કે, ગરમી જયારે હદ વગરની છે ત્યારે ચોકકસ સ્કુલ અને કલાસવાળા ભલે પોતાના હાટડા ચાલું રાખતા હોય પણ વાલીઓએ પોતાના બાળકોની જીવની સુરક્ષા ખાતર કમસે કમ વેકેશન દરમ્યાન અને આકરા તાપ દરમ્યાન સંતાનોને મોકલવા જોઇએ નહીં. આશા છે કે જામનગરનું તંત્ર આ બાબતને પણ ગંભીરતાથી લેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech