અમિત શાહ, સીઆર, માંડવિયા, સંઘવીની મધરાતની મિટિંગમાં શું રંધાયું?

  • October 16, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાંધીનગરમા ગરબાની રમઝટ વચ્ચે ગત મોડી રાત્રે ગુજરાત ભાજપના સંગઠન અને સરકારના બદલાવને લઈને મહત્વની બેઠક મળી હતી. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સંગઠનના વડા સીઆર પાટીલ રાયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની હાજરીમા મેરેથોન બેઠક હર્ષ સંઘવીના નિવાસ્થાને મળી હતી. લગભગ બે કલાક માટે નકકી થયેલી આ બેઠક સવારે પાંચ કલાકે પૂર્ણ થઈ હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત આગામી એક–બે દિવસમાં દિલ્હીથી કરવામાં આવશે ત્યારે ખરી વિગતો બહાર આવશે.
લોકસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે તો બીજીબાજુ બોર્ડ નિગમમા નિમણૂક અને સંગઠનના બદલાવની ચર્ચા વચ્ચે ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સી આર પાટીલ મનસુખ માંડવીયા અને હર્ષ સંઘવીના નિવાસસ્થાન પર ગૃહ બેઠક મળી હતી.


નવરાત્રીની પ્રથમ નોરતે ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ આયોજિત કેસરિયા ગરબામાં આ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ ગરબામા હાજરી આપ્યા બાદ બેઠક મળી હતી. આ બેઠક રાજકીય રીતે ખૂબ મહત્વની માનવામાં આવે છે. સંગઠન અને સરકારમાં બદલાવને લઈને કેટલાક મહત્વના નિર્ણયો પર મંજૂરીની મહોર મારવામાં આવી હોવાનું ચર્ચાય રહ્યું છે. રવિવારે રાત્રે ૧૨:૩૦ વાગે શરૂ થયેલી આ બેઠક સવારે પાંચ વાગ્યા સુધી ચાલી હોવાનુ સૂત્રો જણાવે છે.


પાટનગરમાં ચાલી રહેલી ચર્ચા મુજબ બે મંત્રીઓના રિપોર્ટ કાર્ડ નબળા હોવાથી તેને બદલવામાં આવશે તો સી આર પાટીલ સિવાયના સંગઠનના આખેઆખા માળખાને બદલી નાખવાનો ઐતિહાસિક નિર્ણય થશે તો એક યુવામંત્રીનું ખાતું બદલી નાખવામાં આવે તેવી લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે.તેનો પણ નિર્ણય લેવાય ચૂકયો હોવાનું માનવામાં આવે છે.ભાજપનું હાઈકમાન્ડ આમ તો હાલમાં પાંચ રાજયોની ચૂંટણીમાં વ્યસ્ત છે, ત્યારે અચાનક કેમ ગુજરાતનો એજન્ડા હાથ પર લીધો છે.સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપાના અધ્યક્ષ સી આર પાટીલ, તથા સીએમના ચીફ પ્રીન્સીપલ સેક્રેટરી કે કૈલાશનાથન અને ભાજપાના પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરને પણ દિલ્હી બોલાવાયા હતા. સંગઠનમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં નહીં આવે બીજી ટર્મ માટે સીઆર પાટીલ આગળની કામગીરી શરૂ  રાખવાની સૂચના જાહેર કરાશે હવે તેની સંગઠનમાં મહામંત્રી ભાર્ગવ ભટ્ટ પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામા પછી જે જગ્યા ખાલી પડી છે તે જગ્યા પર પ્રમુખ પોતે પ્રદેશ ટીમમાં કેટલાક ફેરફાર હાથ કરશે અને પાટીલ સંગઠનની નવી ટીમમાં કેવા કેવા ચહેરા નો સમાવેશ કરશે તેની વિસ્તૃત ચર્ચા અને તે આખરી યાદી તૈયાર કરવામાં આવી રહી છે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો એ જ રીતે બોર્ડ નિગમમા નિમણૂક કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.


હાઈકમાન્ડે અચાનક ગુજરાતનો એજન્ડા હાથ પર લેતા હવે ભાજપની છાવણીમાં રાજનીતિ ગરમાઈ છે. શ્રાદ્ધ પક્ષ પૂર્ણ થયા પછી કાંઈક નવાજુનીના એંધાણ વર્તાઈ રહયા છે. રાજયમાં લાંબા સમયથી સંગઠનમાં નિયુકિત અને મંત્રીમંડળના વિસ્તરણ સહિતની ચર્ચાઓ થઈ રહી છે પરંતુ તેનું મૂહર્ત હજુ નીકળ્યુ નથી.મંત્રીઓની કામગીરીનું રિપોર્ટ કાર્ડ ચકાસીને એકાદ બે મંત્રીઓને પડતા મૂકાય અથવા તો તેમના ખાતાઓમાં ફેરફાર કરાય તેવી પણ શકયતા નકારી શકાતી નથી. જો કે હાલ પુરતી સંગઠ્ઠનમાં ફેરફારની શકયતા જોવાઈ રહી છે.આ બેઠકમા લેવાયેલા નિર્ણયોની જાહેરાત અમિત શાહ દિલ્હી પહોંચ્યા પછી જ કરવામા આવશે.તે વાત નક્કી જ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application