ડો.અતુલ ચગ કેસમાં એવું તે શું રંધાઈ ગયું કે પુત્રએ ખુલાસા કાર્ય?

  • April 03, 2024 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ ના ડો.અતુલ ચગના આત્મહત્યા કેસના મામલામાં સૌથી ચોકાવનારો અને આશ્ચર્યજનક વળાંક આવ્યો છે. તબીબના પુત્ર એ સમગ્ર મામલે સુખદ અંત આવ્યો હોવાનું જણાવી આગામી ચૂંટણીમાં આ મુદ્દાનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ ન કરવામાં તેવી વિનંતી સાથે પત્ર પાઠવતા સામાન્ય સમાજમાં નારાજગી પ્રવર્તી છે. આટલી લાંબી લડાઈ સમાજ દ્વારા લડવામાં આવ્યા પછી ચૂંટણી ટાંણે સાંસદ સાથે સમાધાનમાં શું રંધાયું અને કેવા વહેવાર કરવામાં આવ્યા તેની ચચર્એિ જોર પકડ્યું છે.

સ્વ. અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગ દ્વારા તેમના પિતાના નામનો ઉલ્લેખ કરીને કોઈ પણ વ્યક્તિ સમાજ સંગઠનના માધ્યમ દ્વારા કોઈપણ જાહેર કાર્યક્રમો બેઠક કે સંમેલનની સાથે અહેવાલ પ્રસિદ્ધ નહીં કરવાની વિનંતી કરતો પત્ર પાઠવ્યો છે.

વેરાવળના ખ્યાતનામ તબીબ ડો.અતુલ ચગ દ્વારા ગત 12 ફેબ્રુઆરી 2023 ના રોજ તેમની હોસ્પિટલમાં જ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.સમગ્ર કેસમાં ડો.ચગ દ્વારા એક સુસાઈડ નોટ લખવામાં આવી હતી જેમાં રાજેશ ચુડાસમા અને તેના પિતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલામાં ગઈકાલે સ્વર્ગસ્થ ડો અતુલ ચગના પુત્ર હિતાર્થ ચગના એક પત્ર મા લોહાણા જ્ઞાતિ, લોહાણા મહા પરિષદ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોઈ પણ પ્રકારના અહેવાલો બેઠક કે સંમેલનનું આયોજન ન કરવાની વિનંતી પત્રના મારફતે કરવામાં આવી છે.
ડો અતુલ ચગે આત્મહત્યા કરી ત્યારબાદ  એક વર્ષ કરતા વધુનો સમય વીતી ચૂક્યો છે. તેની વચ્ચે તેના પુત્ર દ્વારા લખાયેલ પત્રમાં હિતાર્થ ચગ દ્વારા એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સમગ્ર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application