રાધિકા મર્ચન્ટના કન્યાદાન સમયે નીતા અંબાણીએ શું કહ્યું કે લોકો રડી પડ્યા, જુઓ વીડિયો

  • July 17, 2024 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાઈ ગયા કર્યા છે. આ લગ્નમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીના તમામ સ્ટાર્સ અને કલાકારો જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર હજુ પણ અનંત અને રાધિકાના લગ્નની ચર્ચા ચાલી રહી છે અને તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હાલમાં જ વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે રાધિકાના કન્યાદાનનો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણી ત્યાં હાજર તમામ લોકોને હિન્દુ ધર્મમાં કન્યાદાનનો અર્થ સમજાવી રહ્યા છે. નીતા અંબાણીનો આ વીડિયો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો હતો.


નીતા અંબાણીએ કન્યાદાનનો સમજાવ્યો અર્થ


વિડીયોમાં નીતા અંબાણી કન્યાદાન વિશે વિગતવાર જણાવે છે. સૌથી પહેલા તે આ લગ્નમાં આવવા માટે દરેકનો આભાર માને છે. 'હું ખૂબ જ ખુશ છું કે મારા હૃદયના ટુકડા સમાન અનંત અને રાધિકા આજે એક થઈ રહ્યા છે. હિંદુ ધર્મમાં લગ્ન એ એક જીવન માટે નહીં પરંતુ સાત જીવન માટે સાથે રહેવાનું વચન છે. એવી માન્યતા છે કે દરેક જન્મમાં તમને તમારો જીવનસાથી મળશે. લગ્નમાં કન્યાદાનની વિધિ સૌથી વિશેષ છે. જેમાં કન્યાના માતા-પિતા તેમની પુત્રીને વરરાજાને સોંપે છે. હું પણ કોઈની દીકરી છું, દીકરીની મા છું અને વહુની સાસુ પણ છું. હું સારી રીતે જાણું છું કે કોઈ પણ માતા-પિતા પોતાની દીકરીને પોતાનાથી દૂર રાખી શકતા નથી, કારણકે દીકરીઓ માતા-પિતા માટે વરદાન છે, તેઓ લક્ષ્મીનું સ્વરૂપ છે.





ઈશાની જેમ રાધિકાનું રાખશે ધ્યાન


નીતા અંબાણી આગળ કહે છે, 'આપણી દીકરીઓ આપણા ઘરને સ્વર્ગ બનાવી દે છે. સ્ત્રી પૂજનીય છે. તે માતા અને અન્નપૂર્ણા છે. તે સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ લાવે છે. સ્ત્રીમાં અનંત ચેતના છે. કોઈપણ માતા-પિતા માટે કન્યાદાન કરવું સહેલું નથી. તે રાધિકાના માતા-પિતાને સાંત્વના આપે છે અને કહે છે કે તમે અમને ફક્ત તમારી પુત્રી જ નથી આપી રહ્યા પરંતુ તમે તમારા પરિવારમાં પુત્રનું સ્વાગત પણ કરી રહ્યા છો. રાધિકા જેટલી અમારી છે તેટલી જ અનંત તમારો છે. હું અને મુકેશ તમને વચન આપીએ છીએ કે અમે અમારી દીકરી ઈશાની જેમ તમારી દીકરી રાધિકાનું ધ્યાન રાખીશું.


ભાષણ સાંભળીને મુકેશ અંબાણી પણ ભાવુક થઈ ગયા


નીતા અંબાણીએ આગળ કહ્યું કે તે રાધિકાને હંમેશા અનંતની સોલમેટ તરીકે રાખશે અને હંમેશા તેનું ધ્યાન રાખશે. ઈશા, અનંત, શ્લોકા અને આકાશની જેમ, પૃથ્વી, આદ્યા, કૃષ્ણ અને વેદની કાકી-મામી તરીકે  શ્રીમતી રાધિકા અનંત અંબાણી તરીકે અમે તારું સ્વાગત કરીએ છીએ. નીતા અંબાણીની આ સ્પીચ સાંભળ્યા બાદ મુકેશ અંબાણી અને ત્યાં બેઠેલા મોટાભાગના મહેમાનો ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. નીતા અંબાણીનો આ વીડિયો ચર્ચામાં છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application