ફેબ્રુઆરી મહિનામાં પ્રેમની વસતં સોળેએ કલાએ ખીલી ઉઠી છે. વસતં પંચમી અને વેલેન્ટાઈન ડે એટલે પ્રેમનું પર્વ, આ પર્વમાં પરિણય પર્વેાત્સવ ઉજવાય છે. જેમાં આ વર્ષે વસતં પંચમી અને વેલેન્ટાઈન ડે એક જ દિવસે હોવાથી યુવાહૈયા પ્રેમના આ દિવસને યાદગાર બનાવવા માટે લગ્નગ્રંથિથી જોડાઈ જવાના છે ત્યારે આગામી ૧૪ ફેબ્રુઆરી અને વસતં પંચમીના વણજોયા મુહર્ત પર રાજકોટમાં ૫૦૦ સહિત સૌરાષ્ટ્ર્રભરમાં ૧૦૦૦ થી પણ વધુ લગ્ન પ્રસંગો યોજાવાના છે.
આ વર્ષે વૈશાખ મહિનામાં અને ખાસ કરીને અખાત્રીજ પણ કોરિધાકોડ હોવાથી વસંતનો વાયરો ફંકાયો હોય તેમ એક જ દિવસે અનેક જ જગ્યાએ લગ્નની શરણાઈ ગુંજસે,જેને લઈને પાર્ટી હોલ, બેંકવેટ હોલ, કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ સહિત હાઉસફુલ થઈ ગયા છે. ગોર મહારાજથી લઈ બ્યુટી પાર્લરમાં પણ એડવાન્સ બુકિંગ થઈ ગયા હોવાથી લગ્ન પ્રસગં સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓ માટે પણ આ સિઝન ખીલી ઉઠી છે. એક અંદાજ મુજબ રાજકોટમાં ૫૦૦ જેટલા લ છે. આ એક જ દિવસે આટલા લગ્ન હોવાથી ૪૦૦થી વધુ પાર્ટી પ્લોટ ૬૦ થી વધુ હોટલો અને બેન્કવેટ અને કોમ્યુનિટી હોલ તેમજ કોર્પેારેશન ના હોલમાં પણ આખો દિવસ લગ્ન ગીતો ગુંજશે અને બેન્ડબાજા અને ડીજેની ધમાલ જોવા મળશે.
આ વખતે શુક્ર અસ્ત થવાને કારણે મે અને જૂનમાં લો શકય નહીં બને. જુલાઈથી નવેમ્બરના પ્રથમ સાહ સુધી દેવશયનને કારણે કોઈ શુભ મુહર્ત રહેશે નહીં. ત્યારબાદ ૧૨મી નવેમ્બરથી ૧૪મી ડિસેમ્બર સુધી લની સિઝન રહેશે. ગુજરાતના પંડિતો અનુસાર ૨૦૨૪માં લ માટે કુલ ૫૫ શુભ મુહર્ત હશે.અક્ષય તૃતીયા ૧૦મી મે ૨૦૨૪ના રોજ હશે. આ દિવસ લ માટે પણ ખૂબ જ શુભ સમય મનાય છે. જો કે આ વખતે અક્ષય તૃતીયા પર શુક્ર અસ્ત થવાને કારણે લગ્ન માટે કોઈ શુભ મુહર્ત રહેશે નહીં.
દિવાળી પછી લ પ્રસગં પુરબહારમાં થયા હોવાથી આ સીઝન કોરોના પછી પ્રથમ વખત સારી સીઝન રહી હોવાનું ધંધાર્થીઓએ જણાવ્યું હતું ત્યારે વૈશાખ મહિનામાં લગ્ન ન હોવાના લીધે મકરસંક્રાંતિ પછી અને માર્ચ મહિનામાં મિનારક કમુરતા શ થાય તે પહેલા ફેબ્રુઆરી મહિનામાં પણ લગ્નની ધૂમધામ રહેશે.કેને લીધે તમામ હોલ પાર્ટી પ્લોટ, હોટલના બેન્કવેટ અને ગાર્ડન રિસોર્ટ બુક થઈ ગયા હતા. બેન્ડવાજા ડીજે અને લગ્ન વિધિ કરાવનાર ગોર મહારાજ બુક થઈ ગયા હતા. વસતં પંચમીના વણજોયા મુહર્ત પર સમૂહ લગ્નના આયોજનો પણ વધારે હોવાથી ઠેર ઠેર લગ્ન ઉત્સવ જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMમાઉન્ટ એવરેસ્ટ પર ચઢવું હવે થયુ વધુ મોંઘુ, નેપાળે વધારી 36 ટકા ફી...આટલો થશે ખર્ચ
January 23, 2025 07:08 PMદરેડ ફેસ-૨માં પિત્તળ અને રોકડ મળી ૩.૫૫ લાખના મુદામાલની ચોરી
January 23, 2025 06:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech