ધ્રાંગધ્રા કાર્યપાલક ઇજનેરની કચેરીના તત્કાલીન સિનિયર કલાર્ક રાજેશ હરકીશનભાઈ દેવમુરારી (ઇન્ચાર્જ નાયબ હિશાબનીશ), (સૌરાષ્ટ્ર શાખા નહેર વિભાગ નં.૨/૧, ધ્રાંગધ્રા) સામે થયેલી તપાસ બાદ તેમની પાસે આવક કરતા ૬૫ ટકા વધુ એટલે કે અપ્રમાણસર મિકલત મળી આવી હતી. જેથી તેના વિરૂદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આરોપી રાજેશ હરકીશનભાઈ દેવમુરારી (ઉ.વ.૬૧) (તત્કાલિન સિનિયર ક્લાર્ક, ઇન્ચાર્જ નાયબ હિશાબનીશ) (વર્ગ-૩, કાર્યપાલક ઇજનેરની કચેરી, ધ્રાંગધ્રા)ની અપ્રમાણસરની મિલકતની તપાસનાં ચેક પીરીયડ તા.૦૧.૦૪.૨૦૧૨ થી તા.૩૧.૦૮.૨૦૧૯નાં સમયગાળા દરમિયાન મેળવવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહીતી તથા તેમનાં નાણાકીય વ્યવહારોનું વિશ્લેષણ એ.સી.બી.નાં નાણાકીય સલાહકાર દ્વારા કરવામાં આવ્યા બાદ આરોપીનાઓએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાનાં જાહેર સેવક તરીકેનાં હોદાનો દૂરુપયોગ કરી, ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે વિવિધ ભ્રષ્ટ રીતરસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણાં મેળવી, તે નાણાનો ઉપયોગ કરી પોતાનાં નામે મિલકતોમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયું છે.
આરોપી પાસે રૂ.૩૬,૩૯,૬૨૪ નું એટલે કે, ૬૫.૩૩ ટકા વધુ અપ્રમાણસર મિલકતો એટલે કે, આવક કરતા વધુ સંપતિ વસાવેલ હોય જે બાબતેની અરજી તપાસ મદદનીશ નિયમાક એસીબી રાજકોટ એકમના કે.એચ.ગોહીલના માર્ગદર્શન હેઠળ તપાસ કરનાર અધિકારી સુરેન્દ્રનગર એસીબી પીઆઇ એમ.ડી.પટેલ સરકાર તરફે ફરીયાદી બની સુરેન્દ્રનગર એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ- સને-૧૯૮૮ની કલમ-૧૩(૧)ઇ, ૧૩(૨) તથા ભ્ર.નિ.અધિ.સને-૧૯૮૮ (સુધારો-૨૦૧૮) ની કલમ-૧૩(૧) બી, ૧૩(૨) મુજબનો ગુનો દાખલ કરાવેલ છે. જે ગુન્હાની આગળની તપાસ રાજકોટ ગ્રામ્ય એસબીના પીઆઇ જે.એમ.આલને સોંપવામાં આવી છે.
આ ઉપરોકત કેસ અંગે તથા અન્ય કોઈ સરકારી અધિકારી- કર્મચારીની અપ્રમાણસર મિલકતો તથા બેનામી મિલકતો (જેવી કે ખેતીની જમીન, પ્લોટ મકાન, ઓફિસ, દુકાન, વાહન, બેન્ક લોકર, બેન્ક એકાઉન્ટ વિગેરે) તથા જેમના નામે બેનામી મિલકતો વસાવવામાં આવેલ છે તેવા ઈસમોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની જાણ એ.સી.બી. ના ટોલ ફ્રી નં.૧૦૬૪, ફોન નં.૦૭૯-૨૨૮૬૬૭૭૨, ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮ વ્હોટસએપ નં.૯૦૯૯૯૯ ૧૧૦૫૫ ઉપર મોકલી આપવા નાગરીકોને આહવાન કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationRTE પ્રવેશમાં મોટો ફેરફાર: આવક મર્યાદા 6 લાખ કરવા સરકારની વિચારણા, વાલીઓને મળશે રાહત
March 12, 2025 07:17 PMજામનગરમાં શગુન ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના તાલીમાર્થીઓની શપથ વિધિ
March 12, 2025 07:08 PMધુળેટીના તહેવારને ઘ્યાનમાં લઇને ફુડ શાખાએ પતાસા અને ખજુરના નમૂના લીધા
March 12, 2025 07:02 PMજામનગર : માર્ચના અંત સુધીમાં લાખોટા તળાવને ભરી દેવાશે
March 12, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech