આગામી 24 કલાકમાં બદલાશે હવામાન, વરસાદથી વધશે ઠંડી, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

  • February 09, 2024 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવામાન વિભાગે બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત દેશના ઘણા ભાગોમાં વરસાદની આગાહી કરી છે. IMDએ કહ્યું છે કે કેટલાક રાજ્યોમાં ફરી શીત લહેર ફરી વળશે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં કેટલાક સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ 12 થી 15 ફેબ્રુઆરી દરમિયાન વરસાદની સંભાવના છે.


IMD અનુસાર, આગામી 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વિવિધ સ્થળોએ કોલ્ડ વેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.


10 ફેબ્રુઆરીએ ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં કોલ્ડવેવની સંભાવના છે. 10-14 ફેબ્રુઆરી દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં સિકરમાં સૌથી ઓછું 2.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. પંજાબ અને હિમાચલ પ્રદેશના વિવિધ ભાગોમાં શીત લહેર જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application