રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટના પ્રવાસે છે ત્યારે આજે તેમના આગમનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પ્રધાનમંત્રીનું ઉષ્માભયુંર્ સ્વાગત કરવા જિલ્લ ા ભાજપ અને શહેર ભાજપની સાથે તબિબો તથા વકીલો સહિતના પ્રોફેશનલ્સ તેમજ વિવિધ સંસ્થા તથા મંડળો તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. પ્રધાનમંત્રીના આવકાર માટે લાખોની જનમેદની પણ ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રીના આગમનને આવકારવા જિલ્લા ભાજપ સજજ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના પ્રવાસે તેમાય અયોધ્યા રામલલ્લ ાનામૂર્તિ પ્રાણપ્રતિ ા પછીપ્રથમ વખત સૌરાષ્ટ્ર્ર, રાજકોટ પધારતા હોય સૌરાષ્ટ્ર્રની જનતામાં તેમાય રાજકોટ જીલ્લ ાની જનતામાં મોદીને આવકારવા અનેરો ઉત્સાહ, ઉમગં જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત રાજકોટ જીલ્લ ા ભાજપ દ્રારા નવા માર્કેટિંગયાર્ડ, ગોંડલ ખાતે રાજકોટ જીલ્લ ા ભાજપ પ્રભારી ધવલભાઈ દવેની અધ્યક્ષતામાં તથા જીલ્લ ા ભાજપ અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરીયા, જીલ્લ ા મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા, રવિભાઈ માંકડિયાની ઉપસ્થિતિમાં રાજકોટ જીલ્લ ા ભાજપના હોદેદાર, જીલ્લ ા પંચાયત તેમજ નગરપાલિકાની બેઠક લેવા જવાની જવાબદારી સોંપેલ ૪૨ સીનીયર આગેવાનો, લોકસભા તેમજ વિધાનસભાના વિસ્તારકો, મંડલના પ્રમુખ–મહામંત્રીઓ, જીલ્લ ા પંચાયત લડેલા તમામ ઉમેદવાર, ગોંડલ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા, વિપક્ષ નેતા, જીલ્લ ાના તમામ મોરચાની સમગ્ર ટીમ, જીલ્લ ા સેલના કન્વીનર, સહ–કન્વીનર સહીતના હોદેદારોની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું.
પ્રધાનમંત્રીના જૂના સંભારણા વાગોળતાં મયુર શાહ
શહેર ભાજપ કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ વર્ષેાથી ભાજમાં વિવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા છે વર્તમાનમાં તેઓ રાજકોટ શહેર ભાજપના કોષાધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે કામ કરવાનો અમુલ્ય અવસર તેમને પ્રા થયો હતો ૨૦૦૨માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે બિરાજમાન હતા ત્યારે ચંદન અને કમળ આપી નરેન્દ્ર મોદીનું સન્માન કરવાનો અવસર મળ્યો હતો. ૨૦૦૬માં સામાજિક ક્ષેત્રે યોગદાન બદલ સામાજિક આગેવાન તરીકે નરેન્દ્રભાઈ મોદીએ મયુરભાઈ શાહનું સન્માન કરેલ હતું. ૨૦૧૨માં મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ નિમિત્તે આવેલ ત્યારે મયુે હાર પહેરાવી તેમનું સન્માન કરેલ ત્યારે આ સંભારણાને મયુરભાઈએ વાગોળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ઉમળકાભેર આવકારતા ધારાસભ્ય ઉદય કાનગડરાજકોટ : વિધાનસભા–૬૮, રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડએ કાલે તા.૨૫ ફેબ્રુઆરીના રોજ ગુજરાતના સપુત, વિકાસના સ્વપ્નદ્રષ્ટ્રા અને દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટની ધરા ઉપર રાજકોટવાસી–સૌરાષ્ટ્ર્રવાસીઓને અઢળક વિકાસકાર્યેાની ભેટ અર્પણ કરવા પધારી રહ્યા છે ત્યારે તેમને રાજકોટ સાથે પહેલેથી જ નરેન્દ્રભાઈ મોદીને આત્મીયતાભર્યેા નાતો રહ્યો છે. જયાંથી પોતે પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા તે રાજકોટની ધરાનું ઋણ માનનીય નરેન્દ્રભાઇ મોદી કયારેય ભુલ્યા નથી અને રાજકોટ–સૌરાષ્ટ્ર્રવાસીઓને આંતરરાષ્ટ્ર્રીય કક્ષાની અનેકોનેક ભેટ અર્પણ કરી છે. ત્યારે આવતીકાલે શહેરીજનોમાં પણ પ્રધાનમંત્રી રાજકોટને આંગણે આવકારવા અનેરો થનગનાટ વ્યાપી ગયો છે. આવતીકાલે રાજકોટના આંગણે વિવિધ વિકાસકાર્યેાના લોકાર્પણ–ખાતમુહત્પર્ત પ્રસંગે પધારનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવકારતા અંતમાં ૬૮–રાજકોટ (પૂર્વ)ના ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું.
કર્મભૂમિનું રૂણ ચૂકવવા મોદીનો મકકમ નિર્ધાર–ચેતન રામાણી
ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્ર્રના ખેડૂત આગેવાન ચેતનભાઈ રામાણીએ અખબારી યાદીમાં જણાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૨૫ને રવિવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમને હરહંમશની જેમ ગુજરાતને કંઈકને કંઈક ભેટ આપવાની પરંપરા ચાલુ રાખી છે જેમાં વિકસીત ભારતના સ્વપ્નને અને અમૃતકાળના સંકલ્પને સાર્થક કરતા કુલ રૂા.૫૩,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યેાનો લોકાર્પણ અને ખાતમુહત્પર્ત કરી જનતાની સાથે વિકાસનો ઉત્સવ ઉજવવા આવી રહ્યા છે ત્યારે રાજકોટ જ નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર્રવાસીઓના તેમને આવકારવા માટેનો એક અનેરો થનગનાટ જોવા મડી રહ્યો છેે.
જાજરમાન આગમનને વધાવતાં રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપત બોદર રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે સમગ્ર દેશમાં આત્મનિર્ભર અભિયાન દ્રારા વિકાસની પ્રકાશગંગા ફેલાવનાર નરેન્દ્રભાઈ મોદી સાંસ્કૃતિક ધરોહર સાથેના વિકાસના પ્રહરી રહ્યા છે તા.૨૫ ફેબ્રુઆરીને રવિવારે એઈમ્સ હોસ્પિટલનું લોકાર્પણ, એરપોર્ટથી રેસકોર્સ ભવ્યાતિભવ્ય રોડ–શો, રેસકોર્સ ખાતે જાહેરસભા તેમજ વિવિધ વિકાસના કાર્યેાનું લોકાર્પણ જેવા અનેકવિધ કાર્યક્રમો જેમ કે વીજ વિતરણ વ્યવસ્થા તેમજ આંતરમાળખાકીય સુવિધાને લગતા વિકાસ કામોથી સૌરાષ્ટ્ર્રના આર્થિક વિકાસને વધુ વેગ મળશે. ત્યારે વિકાસનો પર્યાય બનેલ વિકાસ પુરુષ અને આધુનિક ભારતના સ્વપ્નધ્ષ્ટ્રા એવા નરેન્દ્રભાઈ મોદીને રાજકોટની ધરા પર હરખભેર આવકાતા અંતમાં રાજકોટ જિલ્લ ા પંચાયતના પૂર્વ પ્રમુખ ભુપતભાઈ બોદરે પ્રધાનમંત્રીને રાજકોટ–સૌરાષ્ટ્ર્રને અનેકવિધ વિકાસકાર્યેાની ભેટ અર્પણ કરવા બદલ આભાર વ્યકત કરેલ હતો.
વડાપ્રધાન મોદીનું સ્વાતંય સેનાની મનુભાઇ વિઠ્ઠલાણી સાથેનું સંભારણું
રાજકોટ : ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર્રના ખૂણે ખૂણે પહોંચાડવા માટે જયારે રાજકોટમાંથી સૌની યોજનાનું ખાતમુહર્ત કરવા આવેલા ત્યારે ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં તેમના ચાલુ કાર્યક્રમ દરમિયાન હજારો પ્રેક્ષકો અને કાર્યકરોની વચ્ચે તેઓ વરિ સ્વાતંય સેનાની મનુભાઇ વિઠ્ઠલાણીને લોકોની ભીડમાં જોયા ત્યારે તેમણે તેમના સુરક્ષા અધિકારીઓને સ્વાતંય સેનાની મનુબાપાને સ્ટેજ ઉપર લઇ આવવા જણાવતા અધિકારીઓએ એ જ સમયે દોડતા થયેલ અને મનુભાઇને સન્માનપૂર્વક સ્ટેજ સુધી લઇ જવામાં આવેલ હતાં અને મનુભાઇ વિઠ્ઠલાણીએ તત્કાલિન મુખ્યમંત્રી મોદીનું સન્માન કરેલું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech