પોરબંદરના સાંસદ એવા કેન્દ્રીયમંત્રી ડો. મનસુખ માંડવીયા પોરબંદરના પ્રવાસે આવ્યા છે અને પોતાના ઓફીસીયલી ટવીટર એકાઉન્ટ પર ‘સમુદ્ર કી નિર્મલતા સે મન કી નિર્મલતા મેરે મતક્ષેત્ર પોરબંદરમેં શ્રી રામ સી સ્વીમીંગ કલબ કે સાથ સ્વીમીંગ કર સમુદ્ર કા અદ્ભુત આનંદ લિયા’ લખ્યુ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સ્નેહમિલનમાં પણ તેમણે પોરબંદરમાં નવા ઉદ્યોગોના આગમનના એંધાણ દર્શાવ્યા હતા પરંતુ બીજી બાજુ જેતપુરના સાડી ઉદ્યોગોનો કેમિકલયુકત કદડો પોરબંદરના જ સમુદ્રમાં વહાવવા માટે સરકાર મકકમ છે અને શુધ્ધિકરણ કરીને વહાવવામાં આવશે તેવો વારંવાર દાવો થાય છે. ‘સેવ પોરબંદર સી’ સહિત ખમીરવંતા સાગરપુત્રો એવા ખારવા સમાજ દ્વારા આ પ્રોજેકટ રદ કરાવવા માટે ભારપૂર્વક રજૂઆત કરવાથી માંડીને અલગ અલગ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે તેમ છતા સરકાર ટસની મસ થતી નથી ત્યારે પોરબંદર આવેલા ડો. મનસુખ માંડવીયાએ તરવૈયાઓ સાથે સમુદ્રમાં તરણક્રિયા કરીને પોતાને આનંદની અનુભૂતિ થયાનુ જણાવ્યુ હતુ તો બીજી બાજુ ‘મન’ સુખનું ‘જલ’સુખ કેટલો લાંબો સમય સુધી ટકશે અને તરવૈયાઓ કેટલા વર્ષો સુધી હવે આ નિર્મળ પાણીમાં સ્નાન કરી શકશે એ તો આવનારો સમય જ બતાવશે કારણકે ગમે તેટલા શુધ્ધિકરણવાળા પાણીના દાવા કરીને સાડી ઉદ્યોગના પાણી પોરબંદરના દરિયામાં છોડવામાં આવશે તો તેનાથી નુકશાન થવાનું જ છે. ત્યારે મનસુખ માંડવીયાની ડૂબકીને જોઇને જાણે પોરબંદરના દરિયાને બચાવવા માટે લડત ચલાવી રહેલા દરેક પોરબંદરીના હૃદયમાંથી એવો સૂર આ તસ્વીર જોતા ઉઠવા પામ્યો છે કે જેતપુરના કેમિકલવાળા પાણી દરિયામાં ઠલવાય તે પહેલા તેમણે સ્નાન કર્યુ છે કે શું?!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech