રાજકોટમાં સામાન્ય વરસાદમાં ભરાયા પાણી, મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી

  • June 29, 2024 08:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટમાં સામાન્ય વરસાદ વરસતા જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.  150 ફૂટ રિંગ રોડ, મહુડી પ્લોટ, ત્રિકોણ બાગ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ અમીન માર્ગ, કાલાવડ રોડ, સંત કબીર રોડ, રામનાથ પરા સહિતના વિસ્તારમાં પાણી રોડ પર ફરી વળ્યા છે. જેના પગલે રાજકોટ મ્યુ. કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. કોર્પોરેશનની કચેરી સહિતના વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. પાણી ભરાતા રાજકોટવાસીઓની હાલાકી વધી છે. તંત્રની બેદરકારીને પાણી ભરાયાનો વિપક્ષનો આક્ષેપ કર્યો છે.


શહેરના રૈયા ગામ અને લાઈટ હાઉસ, KKV ચોક અને ઈન્દિરા સર્કલ પાસેના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો છે. વરસાદને પગલે અનેક વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને પ્રથમ વરસાદમાં જ તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સ્થાનિકોને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે.



મહત્વનું છે કે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. અમદાવદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ અને સૌરાષ્ટ્રમા પડશે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  બીજી તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં  મૂશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application