શહરેના રેલનગર વિસ્તારમાં દ્રારકા વિલેજ સોસાયટીમાં રહેતા અને ઘર નજીક જ હેર સલુનની દુકાન ધરાવતા આધેડ ગઇકાલે સાંજે દુકાન પાસે આવેલી નાસ્તાની રેંકડીએ નાસ્તો કરવા ગયા હતાં દરમિયાન અહીં તેઓ બેભાન થઇ ઢળી પડયા હતાં.જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતાં.આધેડને હૃદય રોગનો તીવ્ર હત્પમલો આવી જતા તેમનો મોત થયું હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.બનાવને લઇ વાળદં પરિવારમાં ગમગીની છવાય ગઇ હતી.
જાણવા મળતી વિગતો મુજબ, રેલનગર પાસે સાધુ વાસવાણી કુંજ રોડ પર દ્રારકા વિલેજમાં રહેતા રાકેશભાઇ સુરેશભાઇ જોટંગીયા(ઉ.વ ૫૦) નામના આધેડ ગઇકાલે સાંજના સુમારે અહીં અહીં સાધુ વાસવાણી કુંજ રોડ પર નાસ્તા રેંકડીએ હતા ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડયા હતાં.જેથી તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.અહીં ફરજ પરના તબીબે તેમને જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતાં.બનાવની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,રાકેશભાઇને જંકશન પ્લોટ વિસ્તારમાં ભાગ્યોદય હેર લાઇન નામની દુકાન છે અને તાજેતરમાં તેમણે રેલનગરમાં સાધુ વાસવાણી કુંજ રોડ પર દુકાન શ કરી હતી.ગઇકાલે તેઓ દુકાન નજીક અહીં નાસ્તા રેંકડીએ નાસ્તો કરવા ગયા હતાં.દરમિયાન આ ઘટના બની હતી.આધેડને સંતાનમાં એક પુત્ર છે જે એમબીએનો અભ્યાસ કરે છે.તેઓ બે ભાઇ એક બહેનના પરિવારમાં મોટા હતાં.હાર્ટ એટેકથી તેમનું મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.ઘરના મોભી ગૂમાવતા વાળદં પરિવારમાં માતમ છવાય ગયો હતો.
જયારે અન્ય બનાવમાં હરિધવા રોડ પર પારસ સોસાયટી–૪ માં રહેતા ભાવનાબેન વિનુભાઇ પટોડીયા(ઉ.વ ૫૫) નામના પ્રૌઢા ઘરે બેભાન થઇ જતા તેમને હોસ્પિટલ ખસેડાતા અહીં સરવાર કારગત નીવડે તે પૂર્વે તેમનું મોત થયું હતું.પ્રૌઢાને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે.તેઓનો છેલ્લા ઘણા સમયથી કીડનીની બિમારી હોવાનું અને બિમારી સબબ તેમનું મોત થયાનું માલુમ પડયું છે.જયારે સદભાવાના વૃધ્ધાશ્રમમાં રહેતા હિતેષભાઇ પિયુષભાઇ ભટ્ટ(ઉ.વ ૫૫) નામના વૃધ્ધને કેન્સરની બીમારી હોય તેનો ઇલાજ ચાલતો હોય દરમિયાન ગઇકાલે સમી સાંજના તેઓ બેભાન થઇ જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં
હનુમાન મંદિરના સેવકનું મંદિરમાં જ ઢળી પડતા બેભાન હાલતમાં મોત
ગંજીવાડા શેરી નં.૩૭ માં રહેતા મુકેશભાઇ દલસુખભાઇ અસાણી(ઉ.વ ૪૫) નામના આધેડ આજરોજ સવારના સાત વાગ્યે ઘર પાસે આવેલા હનુમાનજી મંદિરે હતા ત્યારે અહીં બેભાન થઇ જતા તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડામાં આવ્યા હતાં.અહીં ફરજ પરના તબીબે જોઇ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતાં.આધેડ બે ભાઇ એક બહેનના પરિવારમાં મોટા હતા તેમને સંતાનમાં એક પુત્ર છે.ગઇકાલે તેમની તબીયત બગડતા તેમને બાટલા ચડાવવામાં આવ્યા હતાં.તેઓ હનુમાન મંદિરમાં સેવાપૂજા કરતા હોય આજરોજ અહીં મંદિરે જતા અહીં જ ઢળી પડયા હતાં.હૃદય રોગના હત્પમલાથી તેમનું મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMઅતિવૃષ્ટિ બાદ પાક સહાયમાં વંચિત લાલપુર પંથકના ખેડૂતોએ TDO ને આપ્યું આવેદન
December 25, 2024 06:31 PMઅમેરિકામાં ભારતીયોની માનવ તસ્કરી! કેનેડાની કોલેજો EDની રડાર પર, તપાસ ચાલુ
December 25, 2024 05:59 PMસંસદની બહાર એક વ્યક્તિનો આત્મવિલોપનનો પ્રયાસ, હાલત ગંભીર
December 25, 2024 05:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech