વાંકાનેર–મોરબી–વાંકાનેર તા.૨૦ ડિસે.થી ૬ જાન્યુ. સુધી વચ્ચે કેટલીક ડેમુ ટ્રેનો બંધ

  • December 18, 2023 05:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ડિવિઝનના મોરબી રેલવે સ્ટેશન પર તા. છ ડિસેમ્બર ૨૦૨૪ સુધી યાર્ડ રિમોડેલિંગ અને ઈલેકટ્રોનિક ઈન્ટરલોકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે રેલ ટ્રાફિકને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો આ મુજબ છે, ટ્રેન નં ૦૯૫૮૫ વાંકાનેર– મોરબી ડેમુ અને ટ્રેન નંબર ૦૯૫૮૬ મોરબી– વાંકાનેર ડેમુ તારીખ ૨૦, ૨૧, ૨૪, ૨૫, ૨૮ ડિસેમ્બર, ૨૦૨૩ અને ૧, ૨, ૩, ૪, ૫, ૬ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ રદ રહેશે.
ટ્રેનનં.૦૯૪૪૧, ૦૯૪૪૩, ૦૯૫૬૩, ૦૯૪૩૯, ૦૯૫૬૧ વાંકાનેર–મોરબી ડેમુ અને ટ્રેન નંબર ૦૯૫૬૨, ૦૯૪૪૨, ૦૯૫૬૪, ૦૯૪૪૪, ૦૯૪૪૦ મોરબી– વાંકાનેર ડેમુ તારીખ ૩, ૪, ૫, ૬ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ રદ રહેશે. યારે ટ્રેન નં ૧૫૬૬૭ ગાંધીધામ– કામખ્યા એકસપ્રેસ તારીખ ૨૩, ૩૦ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ ૪૫ મિનિટ અને ૬ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ માર્ગ માં ૩૫ મિનિટ મોડી થશે.વટ્રેન નં ૧૫૬૬૮ કામાખ્યા– ગાંધીધામ એકસપ્રેસ તારીખ ૫ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ માર્ગ માં ૩૫ મિનિટ મોડી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application