કાનૂન કે હાથ લંબે હોતે હૈ...માત્ર માલ–મિલકતની ચોરી કરતા ચોર ચોરટાઓને મુદ્દામાલ સાથે પકડીને લાવતી પોલીસ ભેંસની ચોરી કરનાર શખસોને ચોરાયેલી ભેંસ સાથે પકડી પાડી મુદ્દામાલ તરીકે પોલીસ સ્ટેશને લઇ આવવામાં આવી હતી.
વડિયાની ભાગોળે આવેલા બરવાળા બાવળના વિપુલભાઈ માલાણી દ્રારા વડિયા પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ બરવાળા બાવળ ગામે આવેલી તેમની વાડીમાંથી કોઈ અજાણ્યા શખ્સો તેમની વાડીએ બાંધેલી બે ભેંસો ચોરી કરી લઇ ગયેલા હોય. આ ફરિયાદ મુજબ વડિયા પોલીસે અજાણ્યા શખ્સો સામે તારીખ ૦૬–૦૭–૨૪ના રોજ ફરિયાદ નોંધી તેમની તપાસ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન મુજબ શ કરી હતી ટેકનિકલ સોર્સના આધારે ત્રણ શંકાસ્પદ શખ્સોની પૂછપરછ કરી હતી જે શખ્સોમાં પરેશ વિઠ્ઠલભાઈ પાનસુરીયા (રહે. બરવાળા બાવળ), સાગર ચુનીલાલ ગોહેલ (રહે. ચાંપરાજપૂર તા. જેતપુર), અરવિંદ દેવશીભાઇ મકવાણા (ટોળીયા) (રહે ભોજધાર, જેતપુર)વાળાની અટકાયત કરી પુછપરછ હાથ ધરતો ભેંસની ચોરી કર્યાનો ગુનો કબૂલ કર્યેા હતો. આ કબૂલાતના આધારે આ શખ્સો વિદ્ધ કાર્યવાહી કરવા અને મુદામાલ બે ભેંસોનુ કયાં વેચાણ કરેલ છે તેની તપાસ કરતા બંને ભેંસોમાંથી એક ભેંસ ચોટીલા પાસેના એરિયામાં વેચાણ કરેલ હોય જયારે બીજી ભેંસ ખંભાત પાસેના એરિયામાં વેચાણ કરેલ હોય તેને પરત લાવવાની કામગીરી શ કરવામાં આવી હતી. જેમાંથી ચોટીલા ખાતે વેચાયેલી ભેંસ ચોરાયા બાદ વિહાતા તેને પાડેરા સાથે વડિયા પોલીસ સ્ટેશન પરત લાવવામાં આવી હતી ત્યારે વડિયા પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ તરીકે ભેંસ અને તેના પાડેરાને ચારા અને પાણીની સુવિધાઓ સાથે બાંધેલા જોવા મળ્યા હતા. બીજી ભેંસને પણ ખંભાતથી પરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, પોલીસની આ કામગીરીમાં વડિયા પીએસઆઇ ગળચરના માર્ગદર્શન નીચે વડિયા પોલીસમાં અશોકસિંહ કાછેલા, અભેસિંહ મોરી અને આંબાલાલ વએ સમગ્ર કેસ ઉકલ્યો હતો.વડિયા પોલીસની આ સરાહનીય કામગીરીથી ખેડૂતોના મહેનતની કમાણીથી લીધેલા કિંમતી પશુઓ પરત શોધી લાવતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી. જોકે આ વિસ્તારમાં સક્રિય બનેલી આ ચોર ટોળકી પર કડક કાર્યવાહી કરી તેને કાયદાનું ભાન કરાવવા પણ લોક માંગણી જોવા મળી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech