ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સંચાલક મંડળ અને સરકારી શાળાના શિક્ષક સંવર્ગ માટે 58 બુથ પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે સંચાલક મંડળની 6310 અને સરકારી શાળાના શિક્ષક માટે 3200 મતદારો મતદાન કરશે અને પરમ દિવસે ગાંધીનગર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે અહીં નોંધવું જરૂરી છે કે વાલી મંડળની બેઠક ના સભ્ય નું ફોર્મ રંધ થતાં છ મહિના પછી ચૂંટણી યોજવાનું આયોજન માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલક મંડળ અને સરકારી શાળાના શિક્ષક એમ બે બેઠકો માટે સમગ્ર રાજ્યમા 58 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. સંચાલક મંડળની બેઠક માટે 6310 અને સરકારી શાળાના શિક્ષક્ની બેઠક માટે 3200 મતદારો પોતાનો મતનો ઉપયોગ કરી સભ્યને ચુંટશે. અગાઉના વર્ષોમાં 26 બેઠકની ચૂંટણી દર 3 વર્ષે યોજતી હતી. ગત ચૂંટણી સપ્ટેમ્બર - 2021માં યોજવામાં આવી તે પૂર્વે ધારાસભામાં ખરડો લાવી સરકારે બેઠકો ઘટાડીને 9 બેઠક કરી દીધી છે.
આ વખતની ચૂંટણીમાં તો શાળા સંચાલકમાં પાંચ ટર્મથી ચૂંટાતા ડો. પ્રિયવદન કોરાટ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તેમની સામે સંચાલક મંડળના ઉમેદવાર તરીકે અમદાવાદના જે.વી. પટેલ મેદાનમાં છે. સંચાલક મંડળની બેઠક પર કુલ 3 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જોકે, પ્રિયવદન કોરાટ અને જે.વી. પટેલ વચ્ચે સીધી સ્પધર્િ જોવા મળી રહી છે.
જ્યારે સરકારી શિક્ષકમાં કચ્છના દિવ્યરાજસિંહ જાડેજા, અમદાવાદના ચેતનાબેન ભગોરા અને ભાવનગરના વિજય ખટાણા સહિત ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામી છે. શૈક્ષણિક સંઘ દ્વારા ચૂંટણીમાં જંપલાવવામાં આવ્યું નથી, પરંતુ મહિલા ઉમેદવારને પોતાનો ટેકો જાહેર કર્યો છે. જ્યારે ગત ટર્મના વિજેતા ઉમેદવાર પર ચૂંટણી લડી રહ્યા હોવાથી સરકારી શાળાના શિક્ષકોની બેઠક પર સ્પધર્િ જોવા મળે તેમ છે. ચૂંટણીને લઈને ઉમેદવારો દ્વારા છેલ્લી ઘડીના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે અને પોતાની તરફેણમાં મહત્તમ મતદાન થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.જ્યારે સરકારી શિક્ષકમાં 3200 મતદારો મતદાન કરશે. મતદાનને લઈને સમગ્ર રાજ્યમાં જુદાજુદા 58 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થશે.બે બેઠકો પૈકી સૌથી વધુ જે બેઠક પર સ્પધર્િ છે તેવી સંચાલક મંડળની બેઠક માટે સમગ્ર રાજ્યના 6310 મતદારો મતદાન કરવાના છે.
મતદાનની કાર્યવાહી પુર્ણ થયા બાદ તમામ મત પેટી શિક્ષણ બોર્ડના સ્ટ્રોંગરૂમમાં મૂકી દેવામાં આવશે. ત્યારબાદ 26 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે બંને બેઠકો માટેની મતગણતરી હાથ ધરવામાં આવશે. જેથી બપોર સુધીમાં બંને બેઠકોનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. આ સાથે 6 બેઠકો બિનહરીફ અને બેના પરિણામ મળી 8 બેઠકોના સભ્યો નક્કી થશે. જ્યારે વાલી મંડળની બેઠક માટે 6 માસ પછી બોર્ડ દ્વારા ચૂંટણી યોજવાનું આયોજન હાલના તબક્કે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech