ભાજપ અને કોંગ્રેસના મોટાભાગના આગેવાનો અને કાર્યકરો એ સવારે ૭:૦૦ થી ૯:૦૦ વાગ્યાના પ્રથમ બે કલાકમાં જ મતદાનની પ્રક્રિયા પૂરી કરી હતી. ભાજપ અને કોંગ્રેસના કયા આગેવાન કેટલા વાગે કયા મતદાન મથક પર મત દેવા જવાના છે તેનો શેડુલ બંને રાજકીય પક્ષો એ અગાઉથી જ મીડિયા ને પહોંચાડી દીધો હતો. મતદાન કર્યા પછી આગેવાનોએ પોતાના ફોટા સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યા હતા.
ભાજપના આગેવાનોમાં જોઈએ તો વજુભાઈ વાળાએ હરિહર કોમ્યુનિટી હોલમાં, વિજયભાઈ અને અંજલિબેન પાણીએ અનિલ જ્ઞાન મંદિરમાં, રામભાઈ મોકરીયાએ વીરબાઈ માં મહિલા કોલેજમાં, ભરતભાઈ બોઘરા એ આત્મીય કોલેજમાં, મુકેશભાઈ દોશી એ માતૃ મંદિર સ્કૂલમાં, ભાનુબેન બાબરીયાએ સાધુ વાસવાણી સ્કૂલમાં, ઉદયભાઇ કાનગડે નવયુગ સ્કૂલમાં, દર્શિતાબેન શાહે ફોરેસ્ટ સેન્ટરમાં, રમેશભાઈ ટીલાળાએ આત્મીય કોલેજમાં, રાજુભાઈ ધ્રુવે ધર્મેન્દ્ર કોલેજમાં, અશ્વિનભાઈ મોલીયાએ રણછોડ નગર શેરી નંબર ૧૫માં, ડોકટર માધવ દવે એ બાલકુંજ હોબી સેન્ટરમાં, વિરેન્દ્રસિંહ ઝાલાએ શ્રમજીવી સોસાયટીમાં, કમલેશભાઈ મીરાણીએ રવીન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળામાં ધનસુખભાઈ ભંડેરી એ માતૃ મંદિર સ્કૂલમાં, માંધાતાસિંહ જાડેજાએ પોતાની ઓફિસ પાસે આવેલા બુથમાં, વિક્રમભાઈ પુજારાએ ધોળકિયા સ્કૂલમાં , જૈમીનભાઇ ઠાકોરે નેસ્ટ પ્રાઇમરી સ્કૂલમાં અને નરેન્દ્ર સિંહ જાડેજાએ ઘંટેશ્વર પ્રાથમિક શાળામાં મતદાન કયુ હતું. કોંગ્રેસના આગેવાનોએ કરેલા મતદાનની વિગત જોઈએ તો ઈન્દ્રનીલ રાયગુ એ યુનિવર્સિટી રોડ પર આવેલ એસએનકે સ્કૂલમાં, અતુલભાઇ રાજાણીએ ચૌધરી હાઇસ્કુલ કેમ્પસમાં કુંડલીયા કોલેજમાં, હેમાંગભાઈ વસાવડાએ કાંતા વિકાસ ગૃહમાં જશવંતસિંહ ભટ્ટી એ કોટેચા સ્કૂલમાં, હિતેશભાઇ વોરાએ શાપરની પ્રાથમિક શાળામાં, મહેશભાઈ રાજપૂતે બ્રહ્મ સમાજ નજીક જ્ઞાનમંદિરમાં, ગાયત્રીબા અને અશોકસિંહ વાઘેલાએ પરિમલ સ્કૂલમાં, વશરામભાઈ સાગઠીયા એ થોરાળા ની સ્કૂલમાં, ભાનુબેન સોરાણીએ ચુનારાવાડમાં આવેલી આંગણવાડીમાં મતદાન કયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૩ લાખ મેટિ્રક ટન મગફળી ખરીદીના ટાર્ગેટ સામે બે મહિનામાં ૨.૭૦ લાખ મેટિ્રક ટનની ખરીદી
January 23, 2025 11:21 AMકાળ બોલાવતો હોય તેમ મિત્રે ના કહી છતા આસિફ પ્રેમિકાને મળવા આવ્યો ને મોત મળ્યું
January 23, 2025 11:20 AMકોલ્ડ પ્લે કોન્સર્ટની સુરક્ષામાં ૩૮૦૦ પોલીસ તૈનાત
January 23, 2025 11:18 AMદ્વારકાના જગતમંદિરની ઘ્વજાજી મુદ્દે વડાપ્રધાનને પત્ર: ભ્રષ્ટાચારનો આક્ષેપ
January 23, 2025 11:18 AMમહાનગરોમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં મૂલ્યાંકન માટેના માપદંડ લાગુ પડાશે
January 23, 2025 11:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech