વેલકમ ટુ શ્રીલંકા:ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી

  • August 22, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે વિશ્વ ભરમાં પર્યટન ઉધોગ જબરો ફાલ્યો ફલ્યો છે અને કોવીડ પછી લોકો ફરવા પર વિશેષ ખર્ચ કરતા થયા છે ત્યારે પાડોશી દેશ શ્રીલંકાએ ભારતીય પાસપોર્ટ ધારકો માટે એક શાનદાર ખુશખબર આપી છે. પાડોશી દેશે ભારત સહિત ઘણા દેશોના રહેવાસીઓ માટે વિઝા ફ્રી પ્રવેશની જાહેરાત કરી છે. જાહેરાત મુજબ ભારતીય પ્રવાસીઓ ટૂંક સમયમાં શ્રીલંકામાં વિઝા ફ્રી પ્રવેશ મળશે.

આ દેશોના પાસપોર્ટ ધારકોને પણ લાભ
મલેશિયા, જાપાન, ફ્રાન્સ, કેનેડા, ચેક રિપબ્લિક, ઇટાલી, સ્વિટઝર્લેન્ડ, આસ્ટિ્રયા, ઇઝરાયેલ, બેલાસ, ઈરાન, સ્વીડન, દક્ષિણ કોરિયા, કતાર, ઓમાન, બહેરીન અને ન્યુઝીલેન્ડ જેવા દેશોના પાસપોર્ટ ધારકોને પણ શ્રીલંકામાં ૬ મહિનાના વિઝા ફ્રી એકસેસ સુવિધા મળવાની છે.

ભારતીયોને વિઝા માટે ચાર્જ લાગશે નહી
શ્રીલંકાની અર્થવ્યવસ્થા માટે પ્રવાસન ખૂબ જ મહત્વપૂર્ણ છે. દર વર્ષે વિવિધ દેશોમાંથી લાખો પ્રવાસીઓ શ્રીલંકાની મુલાકાતે આવે છે. થોડા દિવસો પહેલા જ શ્રીલંકામાં વિઝા–ઓન–અરાઈવલ ફીમાં વધારો કરવામાં આવ્યો હતો, જેણે વિવાદ ઉભો કર્યેા હતો. શ્રીલંકામાં વિઝા–ઓન–અરાઈવલ સુવિધા એક વિદેશી કંપની દ્રારા સંભાળવામાં આવી રહી હતી. શ્રીલંકામાં ભારત, ચીન, જાપાન, રશિયા, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાના લોકો કોઈપણ ફી વગર પ્રવાસી વિઝા મેળવે છે

૩૫ દેશોને ૬ મહિના માટે લાભ મળશે

ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર શ્રીલંકાએ ૩૫ દેશો માટે વિઝા ફ્રી એકસેસ સુવિધાની જાહેરાત કરી છે. તેમાં ભારત, અમેરિકા અને બ્રિટન જેવા દેશોનો સમાવેશ થાય છે. આ ફેરફાર ૧ ઓકટોબરથી લાગુ થવા જઈ રહ્યો છે. તેને ૬ મહિના માટે લાગુ કરવામાં આવશે. આ ફેરફારને શ્રીલંકાની સરકારની કેબિનેટે મંજૂરી આપી દીધી છે.રિપોર્ટમાં શ્રીલંકાના પર્યટન મંત્રી હરિન ફર્નાન્ડોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ૧ ઓકટોબરથી ૩૫ દેશોના પ્રવાસીઓને શ્રીલંકાના પ્રવાસ માટે વિઝાની જર પડશે નહીં. આ પોલિસી છ મહિના માટે છે. જે દેશોના લોકોને આ સુવિધાનો લાભ મળવાનો છે તેમાં ભારત, અમેરિકા અને બ્રિટન ઉપરાંત ચીન, જર્મની, નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્પેન, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, પોલેન્ડ, કઝાકિસ્તાન, સાઉદી અરેબિયા, સંયુકત આરબ અમીરાત, નેપાળ, ઈન્ડોનેશિયા, રશિયા અને થાઈલેન્ડના નામ સામેલ છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application