બાંગ્લાદેશમાં ફરી એકવાર હિંસક વિરોધ શ થયો છે. આ વખતે વિરોધીઓ દેશના રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનને હટાવવાની માંગ કરી રહ્યા છે. રાજધાની ઢાકામાં રાષ્ટ્ર્રપતિના નિવાસસ્થાન બંગભવનની સામે ગઈકાલે રાત્રે લોકો એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
તાજેતરમાં બાંગ્લાદેશના રાષ્ટ્ર્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેમની પાસે એવો કોઈ દસ્તાવેજ નથી જે સાબિત કરી શકે કે શેખ હસીનાએ ૫ ઓગસ્ટે બાંગ્લાદેશ છોડતા પહેલા વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. રાષ્ટ્ર્રપતિના આ નિવેદન બાદ હવે બાંગ્લાદેશમાં એવી ચર્ચા શ થઈ ગઈ છે કે શું બંધારણીય રીતે શેખ હસીના હજુ પણ બાંગ્લાદેશના પીએમ છે. લોકો આ નિવેદનના કારણે રાષ્ટ્ર્રપતિના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડસને હટાવવાનો પ્રયાસ કર્યેા, જેને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડો. વિરોધ માટે એકઠા થયેલા ટોળાને હિંસક બનતા જોઈને પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડા હતા. બાંગ્લાદેશી મીડિયા અનુસાર, પોલીસના લાઠીચાર્જમાં ૫ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મામલો કાબૂમાં ન આવતા સેનાના જવાનોએ પ્રદર્શનકારીઓ સાથે વાત કરી, પરંતુ યારે વાત ન બની તો તેઓએ લાઠીચાર્જ કરવો પડો. પોલીસનું કહેવું છે કે દેખાવકારોએ તેમના પર પણ પથ્થરમારો કર્યેા હતો અને બંગભવન પાસે ગુલિસ્તાન રોડ બ્લોક કરી દીધો હતો. ડીએમસીએચ પોલીસ ચોકીના ઈન્ચાર્જ મોહમ્મદ ફાકે કહ્યું, પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી ત્રણને પગમાં અને બેને કાનમાં ઈજા થઈ હતી. આ તમામ સ્ટન ગ્રેનેડના કારણે ઘાયલ થયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech