રાજયભરમાં વાતાવરણમાં જોરદાર પલટો ૪૩ તાલુકામાં ઝાપટાંથી અઢી ઈંચ વરસાદ

  • September 15, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને પશ્ચિમ ભારત સહિત દેશના અનેક રાયોને અસર કરે તેવા વેસ્ટન ડીસ્ટર્બન્સ ની અસરના ભાગપે દેશના અનેક રાયોમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પણ વરસાદ શ થઈ ગયો છે. પરંતુ કાલથી વરસાદનો વિસ્તાર અને માત્રામાં અનેક ગણો વધારો થશે એવી જાહેરાત આગાહી હવામાન ખાતાએ કરી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાયના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ  બદલાયું છે અને સામાન્ય ઝાપટા થી અઢી ઈંચ વરસાદ થયો છે. સુરત જિલ્લાના પલસાણા કામરેજ અને બારડોલીમાં બેથી અઢી ઈંચ વરસાદ થયો છે. નર્મદા જિલ્લાના સાંગબારા દ્રારકા જિલ્લાના ખંભાળિયામાં બબ્બે ઈંચ, અમરેલી જિલ્લાના રાજુલામાં અને જામનગર જિલ્લાના કાલાવડમાં એક થી દોઢ ઈંચ વરસાદ થયો છે. રાજકોટ જિલ્લાના લોધિકા ભાવનગર જિલ્લાના જેસર –ગારીયાધાર કચ્છ જિલ્લાના ભચાઉ અને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં સામાન્ય ઝાપટાઓ પડા છે.

હવામાન વિભાગે આવતી કાલથી ત્રણ દિવસ માટે સુરત નવસારી વલસાડ ડાંગ અને દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે. ભાવનગર આણદં ભચ વડોદરા પંચમહાલ અને દાહોદ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કયુ છે. ગુજરાતમાં તારીખ ૧૬ થી ૧૯ અને સૌરાષ્ટ્ર્રમાં તારીખ ૧૭ થી ૧૯ વરસાદનું જોર વધુ રહેશે તેવી ચેતવણી હવામાન વિભાગ આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application