બ્રિટનમાં મહિલાઓ સામે વધી રહેલી હિંસાને રોકવા માટે સરકાર હવે કડક કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. નવા પ્રસ્તાવિત કાયદા અનુસાર મહિલાઓ સામેની હિંસાને હવે આતંકવાદ ગણવામાં આવશે અને તે મુજબ સજા કરવામાં આવશે. બ્રિટનમાં આવો કાયદો પ્રથમ વખત બનાવવામાં આવશે.
બ્રિટનના ગૃહ સચિવ યવેટ કૂપરે જણાવ્યું હતું કે, મહિલાઓ અને છોકરીઓ સામે હિંસાના વધતા જતા મામલાઓના નિરાકરણમાં ખામીઓને ઓળખવા માટે વર્તમાન કાયદાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સાથે એ પણ જાણવામાં આવી રહ્યું છે કે કઈ વિચારધારા હેઠળ મહિલાઓ સામે હિંસા થઈ રહી છે. તેમણે કહ્યું કે, સરકાર મહિલાઓ સામે ઓનલાઈન અને રસ્તાઓ પર વધતા ગુનાઓને રોકવામાં નિષ્ફળ રહી છે. આનાથી આપણા સામાજિક માળખાને નુકસાન થઈ રહ્યું છે. નવા પ્રસ્તાવિત કાયદા અનુસાર, શાળાના શિક્ષકોએ એ પણ જણાવવું પડશે કે શાળામાં એવા કોણ લોકો છે જેઓ મહિલાઓ વિદ્ધ દ્રેષપૂર્ણ વિચારો ધરાવે છે.
એક વર્ષમાં ૧૦ લાખ કેસ નોંધાયા
બ્રિટનના પોલીસ વડાએ તાજેતરમાં કહ્યું હતું કે, દેશમાં મહિલાઓ અને છોકરીઓ સામે હિંસા નોંધપાત્ર રીતે વધી છે. પોલીસ આને આતંકવાદના જોખમ તરીકે જોઈ રહી છે. નેશનલ પોલીસ ચીસ કાઉન્સિલ અને કોલેજ આફ પોલીસિંગ દ્રારા તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર, બ્રિટિશ પોલીસે ૨૦૨૨ અને ૨૦૨૩ વચ્ચે મહિલાઓ અને છોકરીઓ વિદ્ધ હિંસક અપરાધોના ૧૦ લાખથી વધુ કેસ નોંધ્યા છે. આ કુલ ગુનાનો પાંચમો ભાગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech