બેડીના દરિયામાં ગેરકાયદે માછીમારી કરી જાહેરનામાંનો ભંગ

  • July 31, 2024 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે માછીમારો પકડાયા


જામનગર જિલ્લાના દરિયામાં ચોમાસાની સિઝનને લઈને દરિયામાં માછીમારી કરવા માટેનો પ્રતિબંધ છે, અને તે અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ થયેલૂ છે.


તેમ છતાં જામનગરના બેડી વિસ્તારમાં રહેતા બે માછીમારો બેડી નજીકના દરિયામાં  માછીમારી કરવા માટે ગયા હોવાથી પોલીસ દ્વારા બંને માછીમારવાની સામે જિલ્લા કલેકટર ના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.


બેડી વિસ્તારમાં રહેતા અકબર અબ્દુલભાઈ કેર તેમજ બેડી નવી મસ્જિદ પાસે રહેતા મહમદ હુસેનભાઇ કેર કે જે બંને જાહેરનામાના ભંગ કરીને માછીમારી કરવા માટે દરિયામાં ઊતર્યા હોવાથી બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે, અને તેઓની અટકાયત કરી લેવાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application