ખંભાળિયાના વિંઝલપર ગામે જનભાગીદારીથી સ્વચ્છતા અભિયાન યોજાયું

  • October 20, 2023 11:20 AM 

વાડીનાર તથા ઓખા મઢી સમુદ્ર કિનારાની સફાઇ કરાઇ



સમગ્ર દેશમાં હાલ 'સ્વચ્છતા હી સેવા' અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં પણ આ અભિયાન જન ભાગીદારી થકી વધુ વ્યાપક બન્યું છે અને રાજ્યમાં  સ્વચ્છતાની લહેર છવાઈ  છે. જેના પરિણામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાન વેગવાન બન્યું છે.


જે અન્વયે ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે જન ભાગીદારીથી સ્વચ્છતાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગામના રસ્તાઓ, શેરીઓની સફાઈની કામગીરી કરવામાં આવી હતી. આ અભિયાનમાં સૌ કોઈ પોતાનું યોગદાન આપી ગામને સ્વચ્છ બનાવવા સામુહિક ભાગીદારી નોંધાવી રહ્યા છે. ખંભાળિયા તાલુકાના વાડીનારના સમુદ્ર કિનારે તેમજ દ્વારકા નજીકના ઓખા મઢી બીચ ખાતે પણ સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application