પોરબંદર મહાનગરપાલિકામાં બળજબરીથી ભેળવી દેવાયેલ જાવર ગ્રામ પંચાયતના લોકોએ મૌનરેલી દ્વારા વિરોધ વ્યકત કર્યો હતો અને કલેકટરને આવેદનપત્ર પણ પાઠવ્યુ હતુ.
પોરબંદર નજીકની જાવર ગ્રામ પંચાયતને લોકોના વિરોધ વચ્ચે પોરબંદર મનપામાં ભેળવી દેવાઇ છે. આ વિસ્તાર આર્થિક રીતે પછાત છે અને ટકેટકનું કરતા લોકો અહી વસે છે. તેઓને મહાનગરપાલિકા જેટલા આકરા વેરા પોસાય શકે તેમ નથી તો બીજી બાજુ સુવિધાઓ પણ મનપા જેવી નથી તેથી ગાંધીજન્મસ્થાન કીર્તિમંદિર ખાતેથી સુદામાચોક સુધીની મૌન રેલીનું આયોજન કર્યુ હતુ અને ત્યારબાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.
જાવરના માજીસરપંચો કેશુભાઇ ભરડા, ભીખુભાઇ વાજા, સુરેશભાઇ સોલંકી ઉપરાંત ગુજરાત માચ્છીમાર એકતા સમિતિના અશ્ર્વિનભાઇ મોતીવરસ અને મનોજભાઇ મકવાણા વગેરેએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને જણાવ્યુ હતુ કે ગુજરાત સરકાર દ્વારા પોરબંદર-છાયા નગરપાલિકાને પોરબંદર મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હોય તેમાં પોરબંદરના ચાર ગ્રામ પંચાયતનો સમાવેશ કરેલ હોય તેવામાં જાવર ગ્રામપંચાયત પોરબંદરથી ૫ થી ૭ કિ.મી. દૂર હોવાના કારણે અને જાવર ગ્રામ પંચાયતની વસ્તી આશરે ૩૫૦૦ અને મતદારો ૧૧૦૦ થી ૧૨૦૦ અને સ્થાનિક લોકોની આવક ખુબજ ઓછી હોય અને તેના કારણે પોરબંદર મહાનગરપાલિકાનો વેરાનો બોજ સહન કરી શકે અને પોતાનું પ્રાથમિક રીતે ભરણપોષણ કરી શકે તેવી શકયતાઓ ના હોવાના કારણે સમગ્ર જાવર ગ્રામપંચાયતના માજી સરપંચો તથા જાવર ગામના આગેવાનો અને સ્થાનિક ભાઇઓ,બહેનો, વૃધ્ધો, માતાઓ, બાળકો સમગ્ર જાવર ગ્રામજનોનો પોરબંદર મહાનગરપાલિકા સાથે સમગ્ર જાવર ગામનો ખુલ્લો વિરોધ છે.
આ ગ્રામજનોની સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવા તથા જાવર ગ્રામપંચાયતના લોકોને તાત્કાલિક ન્યાય મળી રહે તેવા પ્રયત્નો પ્રયાસ સહિત કરવામાં આવે તેવી અપીલ કરીએ છીએ.અને આપની આગેવાનીમાં જાવર ગ્રામપંચાયતના વિસ્તારમાં લોકો સુનાવણી પણ કરવામાં આવે તેવી અપીલ કરીએ છીએ. તેમ આવેદનપત્ર પાઠવીને જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMતું અપશુકનીયાળ છો એટલે સુપર માર્કેટ બંધ થઈ ગઈ કહી સાસરીયાઓનો પુત્રવધુને ત્રાસ
April 01, 2025 03:36 PMજામનગરમાં ૧૫ વર્ષની બાળા પર દુષ્કર્મ: મૃત બાળકને જન્મ આપ્યો
April 01, 2025 03:33 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ જોડીયા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 01, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech