પટેલ કોલોનીમાં વિજ ધાંધીયા: વોલ્ટેજની વધઘટ થતાં લોકો ત્રસ્ત

  • June 10, 2023 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વિજય સોઢા સ્કૂલ પાસે પટેલનગરની શેરી નંબર પાંચમાં છેલ્લા ઘણાં સમયથી વોલ્ટેજમાં સતત વધઘટ થયા કરે છે. આ ઉપરાંત ગમે ત્યારે અચાનક અને વારંવાર પાવર કટ થઈ જાય છે.
આથી પટેલનગર પાંચમાં રહેતા લોકોના ઘરમાં રહેલા ઈલેકટ્રોનિક ઉપકરણો જેમ કે ટીવી, રેફ્રીજરેટર, પંખા, ટયુબલાઈટને નુકસાન થઈ રહ્યા છે. આ ઉપકરણો બગડી જાય છે.
આ સમસ્યાનું તાકીદે સ્થળ ઉપર આવી નિરીક્ષણ કરી કાયમી ઉકેલ લાવવા મોહિતભાઈ, ખોડીદાસભાઈ તથા કમલેશભાઈ તેમજ લત્તાવાસીઓએ વીજતંત્રના ઉચ્ચ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application