પોરબંદરના બે પોલીસ મથક ખાતે વાહનોની થશે હરરાજી

  • September 16, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના કમલાબાગ-ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુન્હાહિત પ્રવૃત્તિમાં વપરાયેલા અને ભંગાર હાલતમાં ફેરવાયેલા વાહનોની હરાજી કરવામાં આવશે. 
કમલાબાગ પોલીસ મથક ખાતે હરરાજી
પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી.કાનમીયાએ જણાવ્યું હતું કે, ભંગાર તથા જુના મોટરસાયકલ વાહનો ખરીદવામાં રસ ધરાવતા વેપારી મિત્રોને જણાવવાનું કે, કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જી.પી.એકટ ૮૨ મુજબ કબ્જે કરવામાં આવેલ કુલ ૩૫ મોટરસાયકલ વાહનોની હરાજી તા.૧૯.૯.૨૦૨૪  ના ૧૧:૦૦ વાગ્યે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે રાખેલ છે.હરાજીમાં રસ ધરાવનાર વેપારીઓએ ‚પિયા ૫૦૦૦ રોકડા ડિપોઝિટ ભર્યેથી હરાજીમાં ભાગ લઈ શકશે હરાજી કરવાના વાહન કમલાબાગ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જોઈ શકાશે.વધુ વિગત માટે ફોન નં.૬૩૫૯૬૨૫૩૩૬ ઉપર તથા ‚બ‚ પોલીસ સ્ટેશન આવી સંપર્ક કરી શકાશે હરાજી મંજુર કરવી કે નહી તેનો અબાધિત અધિકાર હરાજી કરનાર સક્ષમ અધિકારીનો રહેશે તેમ જણાવ્યું હતુ.  
ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે હરરાજી
પોરબંદર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભંગાર તથા જુના મોટરસાયકલ વાહનો ખરીદવામાં રસ ધરાવતા વેપારી મિત્રોને જણાવવાનું કે,ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન પોરબંદરમાં જી.પી.એફ ૮૨ મુજબ કબ્જે કરવામાં આવેલ કુલ ૪૭ મોટરસાયકલ વાહનોની હરરાજી તા.૧૭.૯.૨૦૨૪ ના ૧૦:૩૦ વાગ્યે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે રાખેલ છે. હરરાજીમાં રસ ધરાવતા વેપારીઓએ ‚પિયા પાંચ હજાર રોકડા ડિપોઝિટ ભરી હતી ધોરાજીમાં ભાગ લઈ શકશે હરરાજી કરવાના વાહન ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જોઈ શકાશે વધુ વિગત માટે મો. નં.૬૩૫૯૬૨૫૩૬૩ ઉપર તથા ‚બ‚ પોલીસ સ્ટેશન આવી સંપર્ક કરી શકાશે હરરાજી મંજુર કરવી કે નહી તેનો અબાધિત અધિકાર હરરાજી કરનાર સક્ષમ અધિકારીનો રહેશે તેમ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application