શહેરના ૧૫૦ ફત્પટ રીંગરોડ બાલાજી હોલ પાછળ આવેલા કવાર્ટરમાં માથાકુટ થતાં મધરાત્રે બે બાઈકમાં આગ ચાંપી દેવાઈ કે બાઈક મધરાત્રે સળગી ઉઠયા હતા. ચાર દિવસ પુર્વેની ઘટનામાં તાલુકા પોલીસ મથકે આવો કોઈ બનાવ નોંધાયો નથી. વાહનો સળગ્યા બાબતે પોલીસ દ્રારા અરજી લેવાઈ હોવાનું અને જો બેઠું સમાધાન થાય તો ફરિયાદ ન નોંધવી તેવા પ્રયાસો થઈ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
કવાર્ટરમાં જ કેટલાક ઈસમો કે જે અગાઉ ખરા ખોટા ધંધાઓમાં સાથે હતા કે નશાની ટેવ ધરાવતા હશે. આવા ઈસમો વચ્ચે માથાકુટ ચાલતી હોવાથી ચાર દિવસ પહેલા ડખ્ખો થયો હતો. જેમાં કવાર્ટરના કેટલાક ટપોરી ટાઈપ ઈસમો પોલીસની મીઠી નજર અથવા તો પોલીસને અંધારામાં રાખીને ન વેચવાની વસ્તુઓ વેચતા હોવાની ચર્ચા છે. આવા તત્વોથી રહેવાસી પરિવારો પણ ત્રાહીમામ છે. નશામાં ભાન ભુલીને ડખ્ખા કરે આવા ટપોરી તત્વો સામે લતાવાસીઓ અવાજ ઉઠાવતા પણ ડરતા હોવાની વાત છે. જો પોલીસની મદદ માગે તો પોલીસ ચકકર કાપીને ચાલી જતી હોય અથવા તો પોલીસ સ્ટેશને ફરિયાદ લેવાતી નથી.
ચાર દિવસ પહેલાના બનાવમાં મહિલા સાથે ત્યાં રહેતા ઈસમોએ ઝઘડો કર્યેા જે બાબતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને મદદ મંગાઈ હતી. એવી વાત છે કે, ચર્ચા છે કે, ફરિયાદ માટેનો ફોન કરનાર મહિલાનું એકટીવા તેમજ અન્ય એક હોન્ડાને સળગાવી દેવાયું કે, મોડીરાત્રીના સળગી ગયું હતું. સીસીટીવીમાં રાત્રીના ત્રણેક વાગ્યા બાદ વાહન સળગાવ્યાનું અને એ સમયે ત્યાંના જ બે શખસો કે જેની સાથે માથાકુટ થઈ હતી તે કેમેરામાં દેખાયા હતા. કહેવાય છે કે, જેને વાહનોને આગ ચાંપ્યાની શંકા છે એ ઈસમો અને એક બાઈક સળગ્યું તે એકબીજા સાથે કોઈને કોઈ ગોરખધંધામાં સંકળાયેલા છે.
વાહન સળગ્યાની જાણ પોલીસ કંટ્રોલ રૂમને થતાં જે તે સમયે પોલીસ આવી હતીનું વિસ્તારવાસીઓનું કહેવું છે. ત્યાં પહોંચીને જેની સામે શંકા વ્યકત કરાઈ હતી તે શખસને પોલીસ મેથીપાક આપી પરચો પણ આપ્યો હતો. પોલીસ હવે આવા શખસો સામે ગુનો નોંધશે, ધરપકડ કરશે. કડક બનશે તેવી શ્રમીક પરિવારોને આશા બંધાઈ હતી પરંતુ ચાર–પાંચ દિવસ બાદ પણ વાહનોને આગ ચાંપ્યાની કોઈ ફરિયાદ નોંધાઈ નથી. માત્ર અરજી લેવાઈ હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે.
જો આવું હોય તો ગુનેગારો વધુ ફાવશે !
વાહન સળગ્યા બાદ પોલીસે ફરિયાદ નથી નોંધી, અરજી લેવાઈ છે તેવી વાત છે. જેના વાહન સળગ્યા તેને તેમના નાણા મળી જશે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. જો આવું થતું હોય અને વાહનો સળગ્યા બાદ બેઠું સમાધાન થઈ જાય અથવા તો પોલીસ સમાધાન માટેની ગુનો નહીં નોંધી મોકળાશ કે સમય આપતી હોય તો પોલીસનો પણ ભય નહીં રહે અને ગુનેગારો વધુ ફાવશે. જો કે, વાસ્તવિક ડખ્ખો શું છે અને હજી સુધી કેમ ફરિયાદ નથી લેવાઈ તે સત્ય તો અરજદાર કે પોલીસ જ જાણતી હશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech