સલાયામાં કસ્ટમના બિનજરૂરી ચેકીંગથી વાહનમાલિકો પરેશાન

  • September 15, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અખાતી દેશોમાં જતા ખાલી વાહણોમાં પણ કરવામાં આવે છે ચેકીંગ


સલાયાનો મુખ્ય વ્યવસાય દરિયા સાથે સંકળાયેલ છે. આ દરિયામાં માછીમારી તેમજ વહાણનો વ્યવસાય મુખ્ય છે.જેના લીધે સલાયાનું અર્થતંત્ર ચાલે છે. હાલ વરસાદી મહિનાઓમાં વહાણો સલાયા બંદરે આવી અને સમારકામ કરે છે. જરી રીપેરીંગ પૂર્ણ થતાં અને સરકારની મંજૂરીથી આં વહાણો અખાતના દેશોમાં વ્યવસાય માટે જાય છે જ્યાં જુદા જુદા અખાતી દેશોમાં નુર એટલે કે ભાડા કરી અને વ્યવસાય કરતું હોઈ છે.


આજ દિવસ સુધી આ વહાણ જ્યારે બિચિંગ સીઝનમાં સલાયા હોઈ અને જરૂરી સમારકામ કરતું હોઈ છે. જ્યારબાદ એ બહાર જાય ત્યારે સલાયાના સ્થાનિક કસ્ટમ દ્વારા આં વહાણોમાં નિયમો મુજબ ચેકીંગ કરવામાં આવે છે અને જરી નિયમ મુજબ ચેકીંગ કરી અને એમને અખાતી સીઝનમાં જવા દેવામાં આવે છે.પરંતુ આ સીઝન પૂરી થતાં પહેલી વાર એવું બન્યું કે અહીથી ખાલી વહાણો અખાતી દેશોમાં જતા હોઈ ત્યારે સલાયા કસ્ટમની સાથે હેડ ક્વાટર અને ડિવિઝન પણ મેઝિંગ એટલે કે ચેકીંગ કરે છે. જેના લીધે વહાણ માલિકોને ખાસી મુસીબતોનો સામનો કરવો પડે છે.


જેમકે સલાયા બંદર ખાડી વિસ્તાર હોઈ ત્યાં ન માત્ર દિવસમાં બે કલાક એવા પાણી હોઈ જેમાં વહાણો નીકળી શકે છે.આં જામનગર થી અને દૂરથી આવતી ચેકીંગ ટીમ થોડી વહેલી મોડી થાય કે વહાણ નીકળવામાં લેટ થાય છે. બીજું રોજના 6 થી 8 વહાણ નીકળતા હવે એ ફક્ત 3થી 4 વહાણ જ નીકળી શકે છે.તેમજ નિયમ મુજબ મેજીગ ચેકીંગ બાદ એનું સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનું હોઈ છે જે પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવતું નથી.અને સલાયા બંદર  ટ્રિબ્યુન છે જેમાં છેલા ઘણા વર્ષોથી અહીથી વહાણમાં જીવન જરૂરી વસ્તુ અને સલામતીના સાધનો શિવાય કશું માલ કઈ જવાની પરવાનગી નથી તો ડિવિઝન અને હેડ ક્વાટર દવારા ચેકીંગ કરવાથી શું ફાયદો ? એ સમજતું નથી.આં ફક્ત સમયની બરબાદી છે જેથી વહાણ માલિકોને તકલીફ પડી રહી છે.


આ ચેકીંગ કચ્છ, માંડવી તેમજ અન્ય બંદરોમાં જવા સમયે થતું નથી ત્યાં પણ સ્થાનિક કસ્ટમ જ આં ચેકીંગ કરે છે. તો આ રુમેઝિંગ ચેકીંગ કરી અને વહાણ માલિકોને હેરાન કરવા શિવાય કશું ઉદ્દેશના હોઈ એવું સ્પષ્ટ જણાઈ આવે છે.તો તુરત પહેલાની જેમ સ્થાનિક કસ્ટમને આં કામગીરી કરવા દેવામાં આવે એવી વહાણ માલિકોની માંગણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application