ખંભાળિયામાં ચાલતી ભાગવત સપ્તાહમાં થતા વિવિધ સેવાકાર્યો

  • November 29, 2024 11:26 AM 

રોજ મોટી સંખ્યામાં ભક્તો થઈ રહ્યા છે રસ તરબોળ



ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં આવેલી ઔદિચ્ય ગોહિલ વાડી બ્રહ્મ સમાજની વાડી ખાતે ગત સોમવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનો મંગલ પ્રારંભ થયો છે. અહીંના જાયન્ટસ ગ્રુપ સાથે હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઈડ તેમજ જિલ્લા હોમગાર્ડ આયોજિત આ ભાગવત સપ્તાહમાં મૂળ સોડસલાના વતની અને હાલ ડોમ્બિવલી રહેતા શાસ્ત્રીજી વિજયભાઈ ભટ્ટ તેમની સંગીતમય શૈલીમાં શ્રોતાઓને રસ તરબોળ કરાવી રહ્યા છે.


આ ભાગવત સપ્તાહની સાથે અહીં સર્વરોગ નિદાન કેમ્પ, નેત્ર કેમ્પ, ડાયાબિટીસ અને બ્લેક પ્રેશર કેમ્પ, સહિતના જુદા જુદા સેવા કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. આ સાથે "બેટી બચાવો બેટી પઢાવો" જેવા પ્રોજેક્ટનું પણ આયોજન આવકારદાયક બની રહ્યું છે. આ ભાગવત સપ્તાહમાં ગુરુવારે ચોથા દિવસે પૂર્વ કેબિનેટ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા તેમજ દ્વારકાના નીલેશભાઈ માણેક વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેનું જાયન્ટસ ગ્રુપના પ્રમુખ હેલીબેન ખેતીયા દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.


અહીંના સેવાભાવી દિલીપભાઈ વ્યાસ, બિનલબેન જોશી, રવિભાઈ દવે, ઇલાબેન વાઢેર વિગેરે દ્વારા આ આયોજન માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application