ફક્ત ૧૦ કરોડ ઉપરાંતનો ખર્ચ વોટર શાખા માટે કરાશે
જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠકમાં રૂપિયા ૧૩ કરોડ ના ખર્ચ ને બહાલી આપવામાં આવી હતી. જેમાં ફક્ત વૉટર વર્ક શાખાના જ રૂ.૧૦ કરોડ ઉપરાંત ના ખર્ચ નો સમાવેશ થાય છે.
આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ ૧૨ સભ્યો હાજર રહેલ હતા. આ ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા , ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશ જાની વગેરે હાજર રહયા હતા.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાંટ અંતર્ગત સપ્લાય ઓફ આઈ.એસ.આઈ. માર્ક ૧૦૦ થી ૫૦૦ એમ.એમ. ડાયાના કે-૭ કલાસ ડી.આઇ.સી.એલ. પાઇપ (વીથ રબ્બર ગાસ્કેટ) ખરીદી માટે રૂ. ૮.૨૩ કરોડ નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. ૧૦૦ થી ૬૦૦ એમ.એમ. ડાયાના સીઆઇ સ્લુઝ વાલ્વઝ ફોર વોટર વર્કસ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાં ઉપયોગ માટે રૂ. ૧.૧૮ કરોડ નું ખરચ મંજુર કરાયું હતું.
ડી.આઇ. ફ્લાન્ચ સોકેટ સ્પીગોટ બેન્ડઝ, ટીઝ, રીડયુસરઝ એન્ડ કાસ્ટ આર્યન જોઈન્ટસ ફોર વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક નાં ઉપયોગ માટે રૂા. ૮૬.૯૮ લાખ નાં ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી.
ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ ઓફ સાત સર્કલ / સ્વામી વિવેકાનંદ ગાર્ડન / નેવીલ પાર્ક / આનંદ બાગ અંગે કમિશ્નર ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે વાર્ષિક ખર્ચ રૂા. ૭.૫૦ લાખ , વોર્ડ નં. ૮,૧૫ અને ૧૬ માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગાર્ડન વર્કસના વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ અંગે રૂા. ૫ લાખ મંજુર , વોર્ડ નં. ૧, ૬ અને ૭ માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બ્રીજ વર્કસના કામ ના વાર્ષિક રેઇટ કોન્ટ્રાકટ અંગે રૂા. ૫ લાખ , વોર્ડ નં. ૮,૧૫ અને ૧૬ માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ કેનાલ બ્રીજ વર્કસના કામ અંગે ના વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટ અંગે રૂા. ૫ લાખ નું મંજુર , વોર્ડ નં. ૧૦,૧૧ અને ૧૨ માં મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવા નાં કામ માટે વાર્ષિક ખર્ચ રૂા. ૭.૫૦ લાખ , વોર્ડ નં. ૫,૯,૧૩ અને ૧૪ માં મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવા નાં નું કામ માટે વાર્ષિક રૂા. ૭.૫૦ લાખ નું ખર્ચ , વોર્ડ નં. ૮,૧૫ અને ૧૬ માં મેટલ, મોરમ, ગ્રીટ સપ્લાય કરી પાથરી આપવાનું કામ માટે વાર્ષિક રૂા. ૭.૫૦ લાખ નું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું.
વોર્ડ નં. ૫,૯,૧૩ અને ૧૪ માં ટ્રાફીક વર્કસના કામ માટે વાર્ષિક ખર્ચ રૂા. ૫ લાખ , વોર્ડ નં. ૧૦,૧૧ અને ૧૨ માં ટ્રાફીક વર્કસના કામ અંગે વાર્ષિક ખર્ચ રૂા. પ લાખ મંજુર અને વોર્ડ નં. ૨,૩ અને ૪ માં ટ્રાફીક વર્કસના કામ અંગે વાર્ષિક ખર્ચ રૂા. ૫ લાખ નું ખર્ચ મંજુર કરાયું હતું, વોર્ડ નં. ૬ માં યાદવનગર વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાના કામ અંગે રૂા. ૧૪.૪૨ લાખ નો ખર્ચ, વોર્ડ નં. ૫,૯,૧૩ અને ૧૪ માં બિલ્ડીંગ વર્કસ ના કામ અંગે રૂ . ૫ લાખ વોર્ડ નં. ૧,૬ અને ૭ તથા વોર્ડ નં. ૫,૯,૧૩ અને ૧૪ માં ગાર્ડનના હેતુસર વોટર ટેન્કર વડે રોડ સાઈડ ટ્રી પ્લાન્ટેશનમાં પાણી પીવડાવવાના કામ નું રૂા. ૧.૨૪ લાખ મંજુર કરવામાં આવ્યું હતું વોર્ડ નં. ૧ થી ૮ માં ગાર્ડનના હેતુ માટે ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામે રૂ . ૨.૦૪ લાખ , વોર્ડે નં. ૯ થી ૧૬ માં ગાર્ડનના હેતુ માટે ટ્રેકટર ટ્રોલી વીથ લેબર સપ્લાય કરવાના કામ અંગે રૂા. ૨.૦૮ લાખ મંજુર , ગેલ્વેનાઈઝ તથા બોરીંગ આઈટમ ખરીદી અંગે વાર્ષિક રૂા. ૧૫ લાખ, મહાનગર સેવા સદનની માલ મિલકતોનું રક્ષણ પુરૂ પાડવા સેવા આપતી એજન્સીની સેવાઓ અંગે. રૂા. ૧૩.૩૭ લાખ મંજુર કરવામાં આવ્યું છે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકના બેકહો લોડર ના ૩ વર્ષના ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ અંગે ત્રણ વર્ષનું ઓપરેશન અને મેઈન્ટેનન્સનું ખર્ચ રૂા. ૧.૭૩ કરોડ , ઢોર ડબ્બાઓ ખાતે રાખવામાં આવેલ પશુઓની સારવાર માટે એનીમલ એમ્બ્યુલન્સ (વાન-૨) તથા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની મોબ એકટીવીટી માટે વાહન (કાર-૧) ભાડાથી સપ્લાય કરવા અંગે વાર્ષિક ખર્ચ રૂા. ૩.૭૨ લાખ મંજુર કરવામાં આવ્યું છે, ફાયર શાખા હસ્તકના સ્કેપ વાહનો વેચાણ (નિકાલ) કરવા ની દરખાસ્ત મજૂર કરવામાં આવી હતી જે અન્વયે રૂ રૂા. ૧૦.૩૬ લાખ ની આવક થશે.આમ આજ. ની બેઠક મા કુલ રૂ. ૧૩ કરોડ ૧૭ લાખ નાં ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMરાજકોટ : મવડી ચોકડી નજીક જાહેરમાં ગાંજો ફૂંકતો શખ્સ કેમેરામાં કેદ, વિડિયો વાયરલ
February 23, 2025 03:24 PMહરિયાણા કોંગ્રેસમાં બળવો, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના નામ સ્ટાર પ્રચારકોની યાદીમાંથી દૂર
February 23, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech