દિપાવલીના તહેવારોને સતરંગી બનાવવા જામનગરમાં આવી ગયા છે અવનવા રંગ

  • November 04, 2023 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના તહેવાર નજીક આવી રહ્યા છે, રંગોની ખુશી મનાવવા માટે લોકો આતુર થઇ ગયા છે ત્યારે જામનગરમાં રંગબેરંગી કલરનું આગમન થઇ ચૂકયું છે, ખાસ કરીને ચીરોડીના કલરની શહેરમાં ભારે બોલબાલા છે, જો કે ગયા વખતે કલરનું વેંચાણ થોડુ ઘટયું હતું, પરંતુ આ વખતે કેટલાક કલરના ભાવ ૧૫ થી ૨૫ ટકા જેટલા વધી ગયા છે, અત્યારથી દિવાળીનો માહોલ શરુ થઇ ચૂકયું છે, લોકો અગીયારસથી પોતાના ઘરમાં અને ઓફીસમાં રંગોળી બનાવે છે અને તેમાં ઓળખ પ્રમાણે જાતજાતના રંગબેરંગી કલર પુરીને રંગોળીની સજાવટ કરે છે, રંગોળી બનાવીને શુભ કાર્ય કરવું એ વર્ષોથી ચાલ્યું આવે છે અને જેમના આંગણામાં રંગોળી હોય તેમના ઘરમાં અને ઓફીસમાં વૃઘ્ધી થાય છે, રંગોળી એક શુકનનું પ્રતિક છે ત્યારે શહેરમાં અનેક સ્થળોએ દુકાનો અને રેકડીઓમાં વિવિધ રંગોનું વેંચાણ વધી ગયું છે આ વખતે કેટલાક કલરફુટ વિશિષ્ટ રંગો પણ બજારમાં આવ્યા છે જો કે તેના ભાવમાં પણ સારો એવો વધારો થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application