દેશના જુદા જુદા હિસ્સાઓમાં વાતાવરણના મામલે જમીન આસમાનનો ફેરફાર લોકો અનુભવી રહ્યા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે તમિલનાડુ કેરલા અને લક્ષદ્રીપ મા ભારે વરસાદ પડી રહ્યો છે. લક્ષદીપમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આવી જ રીતે મધ્યપ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બિહાર ઝારખડં અને ઓડિશામાં આજથી તારીખ ૫ સુધી વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલી નવી સિસ્ટમના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ એકાએક જોરદાર રીતે વધી ગઈ છે.પ્રતિ કલાકના ૪૦ થી ૪૫ કીલોમીટર ની ઝડપે પવન ફકાય છે અને અમુક તબક્કે તેની સ્પીડ ૫૫ કીલોમીટર સુધી પહોંચી જાય છે.
જમ્મુ કશ્મીર અને હિમાલયન રીજીયનમાં ભારે બરફ વર્ષા ના કારણે ઠંડી ધ્રુજાવી રહી છે. પંજાબ હરિયાણ રાજસ્થાન ઉત્તર પ્રદેશ સહિતના રાયોમાં કોલ્ડ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે. ગઈકાલે સમગ્ર દેશમાં સૌથી નીચું તાપમાન પૂર્વ રાજસ્થાનના શિકાર સેન્ટરમાં ૪.૫ ડિગ્રી નોંધાયું હતું.
૧૦૦ મીટર જેટલું પણ માંડ દેખાય તેવો ફોગ પંજાબ હરિયાણા રાજસ્થાન જમ્મુ કશ્મીર હિમાચલ પ્રદેશ ઉતરાખડં ઓડિશા આસામ મેઘાલય નાગાલેન્ડ મણીપુર મિઝોરમ અને ત્રિપુરામાં અનેક જગ્યાએ છે. વિઝિબિલિટી સાવ નહિવત થઈ ગઈ છે અને તેના કારણે જનજીવનને અને વાહન વ્યવહારને ગંભીર વિપરીત અસર પહોંચી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech