રૂ.14.12 કરોડની વેરાશાખ ચોરી કરનાર જામનગરના વણિક પિતા-પુત્રની ધરપકડ

  • February 14, 2024 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગ થકી થતી કરચોરીના કેસો શોધી કાઢી તે પરત્વે અન્વેષણાત્મક કાર્યવાહીની ઝુંબેશ હાલ ચાલી રહેલ છે. ગુજરાત રાજ્ય તથા ગુજરાત રાજ્યની બહારની બોગસ પેઢીઓ પાસેથી ખોટા વેરાશાથ મેળવી ભરવાપાત્ર વેરાની રકમ સામે વેરાશાખ મજરે મેળવી ખુર ઓછો વેરો સરકારી તીજોરીમાં જમા મરાવી સરકારને મોટી રકમનું નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવે છે. વિભાગ દ્વારા ઉંડાણપૂર્વક સંશોધન અને વિગતોના આધારે તપાસો હાથ ધરી ઘણી બધી પેઢીઓ શોધી કાઢવામાં આવેલ છે. આવી પેઢીઓ ઓપરેટ કરતા ઓપરેટરોને શોધી તેઓની સામે ધરપકડ સતિની કડક હાથે કાર્યવાહી કરવામાં આવેલ છે.

તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલિંગના માઘ્યમથી વેરાશાખનો દાવો કરતા હોય તેવા જામનગર ખાતેના બ્રાસની કમોડિટી સાથે સંકળાયેલા બે એકમો પર સર્ચ અને સિઝરની કાર્યવાહી કરવમાં આવેલ. આ એકમો દ્વારા બોગસ પેઢીઓ પાસેથી ખરીદીઓ દશર્વિી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર વેરા સામે વેરા શાખ મજરે મેળવી ખુબ ઓછો વેરો સરકારી તીજોરીમાં જમા કરાવી સરકારની આવકને મોટા પ્રમાણમાં નાણાકીય નુકસાન પહોંચાડવામાં આવેલ છે. આ બે એકમો દ્વારા બોગસ બિલો આધારીત 78.50 કરોડની ખરીદીઓ દશર્વિી ા.14.12 કરોડની ન મળવાપાત્ર હોય તેવી વેરાશાખ ભોગવેલ છે.

ખોટી વેરાશાખ ભોગવવી એ જીએસટી કાયદાની કલમ 132(1)(સી) હેઠળ ગુનો બનતો હોય વિભાગ દ્વારા બે કેસોમાં આ પેઢીઓના માલિકોની સ્પષ્ટ સંડોવણી જણાતા લિબટર્‌રી પ્રોડક્ટસ પ્લોટનં 464/29 જીઆઈડીસી, શંકર ટેકરી જામનગરના માલિક સ્મિત દિપે શામની ધરપકડ તા.2-2ના રોજ કરવામાં આવેલ. વોલ્ટ મેટલ ઈન્ડઝટ્રીઝ પ્લોટ નં.464-29-30-31 જીઆઈડીસી, શંકર ટેકરી જામમગરના માલિક દિપેન ચંપકલાલ શાહ સ્થળ તપાસ દરમિયાન મળી આવેલ નહિ જેથી તેમની ખાનગી રાહે રોકી આવેલ અને બાતમીઆ આધારે તા.12-2ના રોજ તેઓની જામનગર ખાતેથી ધરપકડ કરવામાં આવેલ.
આ બન્ને ઈસમોને ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સા.ની કોર્ટમાં જામનગર ખાતે રજુ કરવામાં આવેલ જે અન્યવે આરોપી સ્મિત દિપેન શાહના કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કરેલ હતા. તેમજ તા.13-2ના રોજ આરોપી દિપેન ચંપકલાલ શાહને ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સા.ની કોર્ટમાં જામનગર ખાતે રજુ કરવામાં આવેલ ગુનાની વધુ તપાસ સબબ રીમાન્ડ મેળવવાની આમ, બોગસ બિલ મેળવી રકારી તીજોરીને નુકસાન પહોંચાડનારા ઈસમો સામે વિભાગ કડક હાથે કાર્યવાહી કરવા કટિબઘ્ધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application