વંદે ભારત સ્લીપર ટ્રેન ૧૮૦ કિલો મીટરની ઝડપે ટ્રાયલ રનમાં સફળ

  • February 10, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતીય રેલ્વેનું વિશ્વ કક્ષાની હાઈ–સ્પીડ સ્લીપર ટ્રેનનું સપનું વંદે ભારત સ્લીપર ટ્રેનનું સાકાર થયું છે. જેમાં પ્રથમ ૧૬ કોચવાળી વંદે ભારત સ્લીપર ટ્રેને મુંબઈ– અમદાવાદ વચ્ચે ૫૪૦ કિલોમીટરના અંતર માટે રિસર્ચ ડિઝાઈન અને સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (આરડીએસઓ)ની સખત ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
ચેન્નાઇ ઈન્ટિગ્રલ કોચ ફેકટરી ખાતે નિર્માણ પામેલી ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને પ્રથમ કોટા ડિવિઝનમાં લાવી સતત ત્રણ દિવસ સુધી ૩૦ થી ૪૦ કિલોમીટરના ટૂંકા અંતર માટે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું, યાં તેણે ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આરામદાયક મુસાફરીનો અનુભવ કર્યેા હતો.
હાલ ચાલુ વર્ષ દરમિયાન વધુ નવ વંદે ભારત સ્લીપર ટ્રેન સેટનું ઉત્પાદન એપ્રિલ અને ડિસેમ્બર ૨૦૨૫ વચ્ચે સુનિશ્ચિત થયેલ છે. તેમજ આ સ્લીપર ટ્રેનને પ્રથમ વખત ઉપલબ્ધ કરાવવા માટે, ભારતીય રેલ્વેએ ૧૭ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ વંદે ભારત સ્લીપર ટ્રેનના ૨૪ કોચના ૫૦ રેક માટે પ્રોપલ્શન ઈલેકટ્રીકસનો મોટો ઓર્ડર આપ્યો છે.આ વંદે ભારત સ્લીપર ટ્રેનો ઓટોમેટિક દરવાજા, અત્યતં આરામદાયક બર્થ, બોર્ડ વાઇફાઇ અને એરક્રાટ જેવી સુવિધાઓ સાથે ડિઝાઇન કરવામાં આવી છે. ભારતમાં મુસાફરો પહેલેથી જ મધ્યમ અને ટૂંકા અંતર પર દેશભરમાં ચાલતી ૧૩૬ વંદે ભારત ટ્રેનો દ્રારા આરામની બેઠકો અને વિશ્વ કક્ષાની મુસાફરીનો અનુભવ માણી રહ્યા છે.
હાલની વંદે ભારત સ્લીપર ટ્રેનમાં ૧૬ કોચ છે જે ત્રણ શ્રેણીઓમાં વહેંચાયેલા છે: એસી ફસ્ર્ટ કલાસ, એસી ૨–ટાયર અને એસી ૩–ટાયર. કુલ ક્ષમતા ૧,૧૨૮ મુસાફરોની છે. ટ્રેનમાં ક્રેશ બફર્સ, ડિફોર્મેશન ટુબ અને ફાયરપ્રૂફ દિવાલો છે. ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, ગાદીવાળી બર્થ અને ઓનબોર્ડ વાઇફાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application