વડોદરાની M.S. યુનિવર્સિટીમાં દર્શન રાવલના લાઇવ કોન્સર્ટમાં ભીડ બની બેકાબુ, અનેક વિધાર્થી બેભાન થતાં દર્શને વચ્ચે જ અટકાવ્યું સોન્ગ, જુઓ વિડીયો

  • March 06, 2023 05:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડોદરામાં એમ એસ યુનિવર્સિટીમાં દર્શન રાવલના લાઈવ કોન્સર્ટમાં હોબાળાની ઘટના સામે આવી છે. MS યુનિવર્સિટીના ટેક્નોલોજી વિભાગમાં કોન્સર્ટનું આયોજન થયું હતું.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ દ્વારા ફૂટ પ્રિન્ટ ઈવેન્ટના ભાગ રૂપે આયોજિત મ્યુઝિક કોન્સર્ટમાં ક્ષમતા કરતા પણ વધુ પાસ વેચવાના કારણે અંધાધૂંધી સર્જાઈ હતી. કોન્સર્ટમાં જગ્યાની ક્ષમતાથી પણ ડબલ પાસ વેચી દેવાતા ધક્કામુક્કી અને ગૂંગળામણના કારણે 30થી વધુ વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા. આ કોન્સર્ટ માટે 6 વાગ્યે પહોંચી ગયેલા વિદ્યાર્થીઓ માટે ગેટ ન ખોલાયો. જેમાં ધક્કા-મુક્કીના પગલે અનેક વિદ્યાર્થીઓના બુટ-ચપ્પલ ખોવાઈ ગયા જો કેટલાકને ઈજાઓ પહોંચી હતી. આખરે વિદ્યાર્થી નેતાએ ગેટ પર ચઢીને ગેટ ખોલાવ્યો હતો.



યુનિવર્સિટી બહાર ટિકિટની કાળાબજારી આક્ષેપ સાથે વિદ્યાર્થીએ હોબાળો કર્યો છે. 200 રૂપિયાના પાસ 500થી લઇને 700 રૂપિયામાં વેચાતા હોવાના આક્ષેપ કરાયો છે.  આ સમગ્ર કાર્યક્રમ ફૂટપ્રિન્ટ 2023 અંતર્ગત હતો જેમાં દર્શન રાવનનો કોન્સર્ટ હતો. યુનિવર્સિટીના ટેક્નોલોજી વિભાગ દ્વારા આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું છે. ટેકનોલોજી ફેકલ્ટી ગ્રાઉન્ડની ક્ષમતા 3500 પ્રેક્ષકોની હોવા છતાં 7 થી 8 હજાર પાસ વહેંચવામાં આવ્યા હતા.ક્ષમતાથી વધુ લોકો અંદરે એકઠા થઈ જતા શ્વાસ લેવામાં પણ સમસ્યા થઈ રહી હતી.

​​​​​​​


ટેકનોલોજી ફેકલ્ટીનો ગેટ તૂટી ગયો હતો. ભીડને પગલે ગૂંગળામણ થતા 30 જેટલા વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા હતા. જેમાં મોટાભાગની યુવતીઓ હતી. જેથી 108ને બોલાવવી પડી હતી. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application