ભડકાઉ ભાષણ મામલે જુનાગઢ એલસીબીએ કરેલી દરખાસ્તને લઈ મૌલાના સલમાન અઝહરીને પાસા હેઠળ વડોદરાની જેલમાં ધકેલવામાં આવેલ છે. જૂનાગઢમાં નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં નશા મુક્તિ અભિયાનના નામે યોજાયેલી જાહેર સભામાં ભડકાઉ ભાષણ કરનાર મુંબઈના વક્તા મૌલાના સલમાન અઝહરી સામે જૂનાગઢમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એટીએસ દ્વારા મુંબઈથી ધરપકડ કરી જુનાગઢ લાવવામાં આવ્યા હતા અને એક દિવસના રિમાન્ડ પણ આપવામાં આવ્યા હતા જુનાગઢ બાદ મૌલાના સામે કચ્છ અરવલ્લી, કર્ણાટક, મુંબઈ સહિતના શહેરોમાં ભડકાઉ ભાષણ સહિતના ૧૧ ગુન્હા દાખલ થતા પોલીસે કાર્યવાહી કરી હતી અને સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ એલસીબી પીઆઇ પટેલ દ્વારા મૌલાનાના અવારનવાર ભડકાઉ ભાષણ કરવાની ટેવ ધરાવતા હોય જેથી મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરવાના ઇરાદે ભાષણો આપતા હોય તેની સામે પાસાની દરખાસ્ત કરી હતી. જેને જિલ્લ ા કલેકટરે મંજૂર કરતા ગઈકાલે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાબરમતી જેલમાંથી મૌલાના ની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech