પોરબંદર પશુપાલન વિભાગ દ્વારા ૧૬ ટીમો બનાવી પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે રસીકરણની કામગીરી કરાઈ છે.
પોરબંદર તથા ઉપરવાસના જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે પોરબંદર જિલ્લાના અનેક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. સતત વરસાદ વરસાદ દરમિયાન પશુઓનું આરોગ્ય જળવાઈ રહે તે માટે જિલ્લા પશુપાલન શાખાની ૧૬ ટીમોએ રસીકરણ સહિતની વિવિધ કામગીરી હાથ ધરી હતી.
ભારે વરસાદના પગલે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત પશુપાલન શાખાના અધિકારી ડો. આઈ.એસ. ગેહલોતની ટીમ ચાલુ વરસાદમાં પણ પશુઓને રસીકરણ સહિતની કામગીરી કરી રહી છે.
જિલ્લા પંચાયતની પશુ ચિકિત્સા અધિકારી અને પશુધન નિરીક્ષક સહિતની ૧૬ ટીમો દ્વારા વરસતા વરસાદ વચ્ચે પશુઓને જરી સારવાર તેમજ રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. પશુઓમા રોગચાળો ન ફેલાય અને પશુઓનું આરોગ્ય જળવાઈ રહે તે માટે પશુપાલન શાખાના પશુ ચિકિત્સા અધિકારીઓ દ્વારા પોરબંદરના પાંજરાપોળ, વિવિધ ગૌશાળાઓ અને પશુપાલકોની મુલાકાત લઈ જરી સારવાર, રસીકરણ તથા જરી માર્ગદર્શન અને સલાહ સૂચન આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં કોઈ પશુ મરણ હોય તો સબંધિત તાલુકામાં જાણ કરવા જણાવ્યું છે તથા કોઈપણ પ્રકારની પશુ સારવારની જરિયાત માટે ૧૯૬૨ હેલ્પલાઈન સંપર્ક કરવાથી ઘર બેઠા સારવાર થઈ શકશે. પશુપાલન ખાતાના અધિકારી, કર્મચારીનો સંપર્ક કરી પશુઓની સારવાર તથા રસીકરણની કામગીરી કરાવી શકશે.
આ તમામ કામગીરી નાયબ પશુપાલન નિયામક કચેરી, જિલ્લા પંચાયત, પોરબંદર અને તેમના તાબા હેઠળના પશુ સારવાર કેન્દ્રો અને ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાના કેન્દ્ર મારફતે હાથ ધરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech