સરકારી કચેરીઓમાં ખાલી ખાલી ખુર્શીયા કર્મચારીઓ અને અરજદારો ગાયબ

  • December 09, 2023 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિવાળીના તહેવારો દરમિયાન તારીખ ૧૩ નવેમ્બરે સરકારી કચેરીઓમાં શનિવારની રજા ન હોવા છતાં દિવાળીના તહેવારો દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓને સળગં રજાનો લાભ મળે તે માટે તારીખ ૧૩ ના રોજ સરકારે રજા જાહેર કરી હતી અને તેના બદલે આજે બીજો શનિવાર હોવા છતાં કચેરીઓ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો હતો. આ નિર્ણયની જે તે વખતે જાહેરાત થઈ હતી પરંતુ આજે કચેરીઓ ચાલુ રહેશે તેવી જાહેરાત બે દિવસ અગાઉ ફરી ન કરવામાં આવી હોવાથી આજે તો રજા છે તેમ માનીને મોટાભાગની કચેરીઓમાં આંગળીના વેઢે ગણાય તેટલા અરજદારો જોવા મળ્યા હતા. આવી જ હાલત અધિકારીઓ અને કર્મચારીઓમાં જોવા મળી હતી. અરજદારો નથી તો આપણું શું કામ છે તેમ માનીને અથવા તો અન્ય કોઈ કારણોસર મોટા ભાગની કચેરીઓમાં ટેબલ ખુરશી ખાલી પડા હતા.


જૂની કલેકટર કચેરીમાં આવેલા એટીવીટી સેન્ટરમાં સામાન્ય દિવસોમાં અરજદારોની મોટી લાઈન લાગતી હોય છે. પરંતુ આજે માત્ર એક અરજદાર જોવા મળ્યો હતો. આવી જ સ્થિતિ નવી કલેકટર કચેરીના જન સેવા કેન્દ્રમાં જોવા મળી હતી. અહીં અરજદારો માટે રાખવામાં આવેલા વેઇટિંગ માટેની સીટીંગ વ્યવસ્થા માં કોઈ બેઠું ન હતું. જન સેવામાં બે ત્રણ કર્મચારીઓ હાજર હતા અને તે પણ ટોળે વળીને વાતો એ લાગ્યા હતા.
જૂની અને નવી એમ બંને કલેકટર કચેરીમાં લોબીઓ પણ સુમસામ ભાસતી હતી. ચાલુ કામકાજના દિવસોએ પાકિગમાં વાહન મુકવા માટે પણ જગ્યા માંડ માંડ મળે તેવી સ્થિતી હોય છે. પરંતુ આજે બધું જ ખાલી હતું.


કલેકટર કચેરી જેવી જ સ્થિતિ જિલ્લા પંચાયત અને બહત્પમાળી ભવનમાં જોવા મળી હતી. જિલ્લા પંચાયતમાં જો કોઈ વ્યકિત પોતાનું વાહન લઈને લોબીમાં ચલાવે તો પણ એકસીડન્ટની કોઈ પ્રકારની ભીતિ ન હોય તેવી સુમસામ સ્થિતિ જોવા મળી હતી.આજે મહિનાનો બીજો શનિવાર છે. પરંતુ આમ છતા કચેરી ચાલુ છે તેવી બે–ત્રણ દિવસ અગાઉ જાહેરાત કરવામાં આવી ન હોવાથી અરજદારોની સંખ્યા ઓછી હતી અને બીજું મહત્વનું કારણ જિલ્લા પંચાયત અને કલેકટર કચેરીના ટોચના અધિકારીઓ અને પદાધિકારીઓ આજે આણદપરમા સંકલ્પયાત્રાના કાર્યક્રમમાં ગયા હતા અને તેના કારણે પણ આ સમસ્યા ઊભી થવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application