ગઈકાલે ચિત્તાગોંગ કોર્ટ બિલ્ડીંગ વિસ્તારમાં પોલીસ અને ચિન્મય કૃષ્ણ દાસના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન એક વકીલનું મૃત્યુ પણ થયું હતું. મૃતકની ઓળખ ૩૨ વર્ષીય સૈફુલ ઈસ્લામ તરીકે થઈ છે, જે ચિત્તાગોંગ ડિસ્ટિ્રકટ બાર એસોસિએશનનો સભ્ય પણ હતો. સીએમસીએચ પોલીસ કેમ્પના ઈન્ચાર્જ નૂલ ઈસ્લામે જણાવ્યું કે તેને ચિત્તાગોંગ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, યાં ફરજ પરના ડોકટરોએ તેને સાંજે ૪ વાગ્યે મૃત
જાહેર કર્યેા.
મળતી માહિતી અનુસાર ચિન્મય દાસની ધરપકડ બાદ સ્થિતિ વધુ વણસી ગઈ હતી, તે જોઈને પોલીસ અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (બીજીબી)ના જવાનોએ વાનનો રસ્તો સાફ કરવા માટે સાઉન્ડ ગ્રેનેડ અને લાઠીઓ ચલાવી હતી. ચટ્ટોગ્રામ ડિસ્ટિ્રકટ બાર એસોસિએશનના પ્રમુખ નાઝિમ ઉદ્દીન ચૌધરીએ પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી જણાવ્યું હતું કે અથડામણ દરમિયાન, કોર્ટ સંકુલમાં વિરોધ કરી રહેલા કેટલાક ચિન્મય સમર્થકો બપોરે લગભગ ૩.૩૦ વાગ્યે સૈફુલને રંગમ કન્વેન્શન હોલમાં ખેંચી ગયા અને તેના પર હત્પમલો કર્યેા.
ગોલામ રસૂલ માર્કેટના કર્મચારી મોહમ્મદ દીદારે કેટલાક અન્ય સ્થાનિકો સાથે મળીને સૈફુલને બચાવ્યો અને તેને હોસ્પિટલ લઈ ગયો. તેમણે કહ્યું. કે કેટલાક ચિન્મય સમર્થકોએ રંગમ કન્વેન્શન હોલની બાજુના રસ્તા પર વકીલ પર હત્પમલો કર્યેા. આ અથડામણમાં પત્રકારો સહિત ઓછામાં ઓછા ૧૦ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી પાંચ સીએમસીએચમાં સારવાર હેઠળ છે.
આ પહેલા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કાઝી શરીફુલ ઈસ્લામે સંહિતા સનાતની જાગરણ જોતના પ્રવકતા ચિન્મય દાસને બાંગ્લાદેશી રાષ્ટ્ર્રધ્વજના અપમાનના આરોપમાં જેલમાં મોકલી દીધા હતા. બપોરના ૧૨ વાગ્યાની આસપાસ કોર્ટના આદેશ પછી તરત જ તેમના સમર્થકોએ વિરોધ કરવાનું શ કયુ અને ચિત્તગોંગ ઇસ્કોનના ભૂતપૂર્વ વિભાગીય સંગઠન સચિવ ચિન્મયને લઈ જતી જેલ વાનને રોકવાનો પ્રયાસ કર્યેા. તેને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ અને સાઉન્ડ ગ્રેનેડનો ઉપયોગ કરવો પડો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech