મેરેજ રજિસ્ટ્રેશન માટે કપલ્સને બોલાવતા હોબાળો

  • December 27, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં મેરેજ રજિસ્ટ્રેશન માટે અરજી કરનાર નવ પરિણીત યુગલોને કચેરીમાં ફરજિયાત બ હાજર થવાનો આગ્રહ રાખવાનું ફરી શ કરાતા ભારે હોબાળો મચી ગયો છે. નવેમ્બર–ડિસેમ્બરનો લગાળો પૂર્ણ થયે હાલ કમુરતામાં મેરેજ રજિસ્ટ્રેશન માટે ભારે ધસારો શ થયો છે ત્યારે બ આવવાનો આગ્રહ રાખવામાં આવતા દરરોજ સવારે આરોગ્ય શાખામાં નવપરિણિત યુગલોની લાંબી લાઇન લાગે છે.
રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખામાં મેરેજ રજિસ્ટ્રેશન માટે આવતા મોટા ભાગના નવપરિણીત યુગલો અરજી કરે ત્યારબાદ કોઇને ડોકયુમેન્ટસમાં લોચા હોય અથવા અન્ય કવેરીઓ નીકળે તેવા કિસ્સામાં બ બોલાવવાના હોય છે પરંતુ તાજેતરમાં દરેક અરજી અન્વયે નવપરિણીત યુગલોને બ બોલાવવાનું શ કરાતા ભારે નારાજગી પ્રસરી છે. તાજેતરમાં મેરેજ થયા હોય અને અરજી તેમજ તેની સાથે જોડેલા તમામ ડોકયુમેન્ટસ યથાયોગ્ય હોય તો પછી નવપરિણીત યુગલને કચેરીમાં બ હાજર થવાનો આગ્રહ શા માટે રાખવામાં આવે છે તેવા સવાલ ઉઠી રહ્યા છે.
મહાપાલિકાની આરોગ્ય શાખા બહાર રજિસ્ટ્રેશન માટેની લાંબી લાઇનમાં ઉભેલા નવપરિણિત યુગલોએ આજકાલ દૈનિક સમક્ષ વ્યથા વ્યકત કરતા જણાવ્યું હતું કે અહીં લવ મેરેજ કરનારની અરજીની ઉંડી ચકાસણી કરવામાં આવે છે અને વિલંબિત રીતે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અપાય છે, યારે અરેન્જ મેરેજ કરનારની અરજીઓમાં ફટાફટ કાર્યવાહી કરવામાં આવે છે, આવો ભેદભાવ શા માટે રાખવામાં આવે છે તે સમજાતું નથી.
રાજકોટએ સૌરાષ્ટ્ર્રના રહીશો માટેનું ડ્રીમ ડેસ્ટિનેશન છે, આજુબાજુના અન્ય શહેરો–ગામોમાં રહેતા લોકો પણ લ સમારોહ રાજકોટમાં યોજતા હોય છે, તદઉપરાંત એનઆરઆઇ અને એનઆરજી પરિવારોના લ સમારોહ પણ રાજકોટમાં યોજાતા હોય છે, આવા પરિવારોએ લ સમારોહ બાદ તુરતં રવાના થવાનું હોય છે ત્યારે મેરેજ રજિસ્ટ્રેશનની એપ્લિકેશન કરવા કે તે માટે મહાપાલિકા કચેરીમાં બ આવવા તેમને ખાસ કિસ્સામાં રાજકોટ ધક્કો ખાવો પડે છે. મહાપાલિકામાં અરજી કરવા બ જઇ કલાકો લાઇનમાં ઉભું રહી સ્ટાફ સાથે કડાકૂટ કરવી તેના બદલે એડવોકેટ મારફતે અરજી કરી ઘરબેઠા સમયસર સર્ટિફિકેટ મેળવવું શું ખોટું ? તેવું માનતા અરજદારો એડવોકેટ મારફતે અરજી કરે છે. ચર્ચાતી વિગતો મુજબ આ માટેના એજન્ટસ પણ ફટી નીકળ્યા છે જે નિશ્ચિત રકમ લઇ અરજદાર વતી કામગીરી કરી આપે છે. અલબત્ત અરજદાર જાતે અરજી કરે તો જે કામ .૫૫૦ની ફી ભરવાથી થાય તે માટે એડવોકેટ કે એજન્ટ .૨૫૦૦થી ૩૦૦૦ જેવી તગડી ફી વસુલે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application