આજકાલ ઉપલેટાના સક્રિય પ્રતિનિધિ અને ૨૦ વર્ષથી ગ્રાહક સુરક્ષા માટે લોકજાગૃતિ નું અભિયાન ચલાવતા ભરત રાણપરીયા ને ઉપલેટા તાલુકા વહીવટી તત્રં દ્રારા અભિવાદન સાથે સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.
તાજેતરમાં ૭૮ માં સ્વાતંય પર્વ પર ઉપલેટા તાલુકા વહીવટી તત્રં દ્રારા મામલતદાર મહેશ ધનવાણી, તાલુકા વિકાસ અધિકારી પારસ ચૌહાણ, પીએસઆઇ ચાવડા, ફોરેસ્ટ ઓફિસર બારૈયાભાઈ સહિત અધિકારીઓના હસ્તે સન્માન પત્ર અર્પણ કરીને તેમની સમાજ સેવાની બીરદાવવામાં આવી હતી.
છેલ્લા બે દાયકાથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે સંકળાયેલા ભરતભાઈ રાણપરીયાએ તેમની ધારદાર કલમ વડે પ્રજાના પ્રશ્નોને વાચા આપી છે તો ગ્રાહક સુરક્ષા ઉપરાંત અનેક સામાજિક સંસ્થાઓમાં તેઓ કાર્ય કરી રહ્યા છે. શૂન્યમાંથી સર્જન કરનાર ભરતભાઈ રાણપરીયાનું પ્રેરકબળ તેમના પિતા રહ્યા છે.
ઉપલેટા શહેર કે પંથકમાં નાની કે મોટી કોઈપણ વ્યકિતના પ્રશ્નો હોય તો તેઓ હંમેશા ખભે ખભો મિલાવીને ઉભા રહી જાય છે. સમાજને ઉજાગર કરવાની તેમની આ ખેવના આંખે ઉડીને વળગે તેવી છે.
ગ્રાહક સુરક્ષાના માધ્યમથી તેમને અનેક વખત ગ્રાહકોને છેતરાતા બચાવ્યા છે, આ ઉપરાંત કોરોના વખતે પણ તેમના જીવની પરવા કર્યા વિના વહીવટી તત્રં સાથે જ તેઓ દોડતા રહ્યા હતા તો સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવામાં અનેક સંસ્થાઓનો સધિયારો પણ બન્યા હતા. તેમના જીવનનું એક જ સૂત્ર છે સફળતા તમને શોધતી નહીં આવે.. તમારે ઉભા થઈને પ્રયાસો કરવા જ પડશે તો તમે તમારા નિર્ધારીત લય સુધી પહોંચી શકશો.
ઉપલેટામાં ૧૫ વર્ષ અગાઉ એકના ડબલ કરવાની છેતરામણી સ્કીમ અમુક માથા ભારે શખ્સો દ્રારા શ કરવામાં આવી હતી, આ સમયે ભરતભાઈ રાણપરિયા એ પોલીસ અને કલેકટરને ધારદાર રજૂઆત કરી લોકોની શીશામાં ઉતારતી આ સ્કીમ બધં કરાવી હતી, રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ઉપલેટા શાખા દ્રારા છેવાડાના માનવી સુધી ગ્રાહક સુરક્ષા નું અભિયાન ચલાવ્યું છે.
તાજેતરમાં સ્વાતંય પર્વ પર વહીવટી તત્રં દ્રારા કરાયેલા આ સન્માન માટે ભરતભાઈ રાણપરીયા પર ઠેર ઠેરથી શુભેચ્છાવર્ષા થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech