દ્વારકામાં અવાવરૂ જગ્યામાંથી બિનવારસુ હાલતમાં મળી બાળકી

  • December 23, 2024 11:58 AM 

દ્વારકા શહેરની મધ્યમાં એક અવાવરૂ જગ્યામાંથી શનિવારે સાંજે આશરે ત્રણ-ચાર માસની બાળકી બિનવારસુ હાલતમાં મળી આવતા પોલીસે તેનો કબજો મેળવી, જરૂરી કાર્યવાહી કરી હતી.


પોલીસ સૂત્રોમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકામાં હાથી ગેઈટથી ખોડીયાર ચેકપોસ્ટ વચ્ચેની અવાવરૂ જગ્યામાં એક બાળક પડ્યું હોવા અંગેની જાણ એસ.આર.ડી.ના જવાન દેવાભાઈ વાઘેલા દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આથી પોલીસે ઘટના સ્થળે દોડી જઈને બાળકીનો કબજો મેળવી, તેણીની હોસ્પિટલમાં ખસેડી હતી.


સ્વસ્થ જણાતી આશરે 3 થી 4 માસની આ બાળકીને તેણીના માતા-પિતા અથવા કોઈ સંભાળ રાખનાર વ્યક્તિ દ્વારા કોઈપણ કારણોસર અવાવરૂ એવી બાવળની ઝાળીમાં ત્યજી દેતા આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જે અંગે આગળની તપાસ પી.એસ.આઈ. એ.બી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application