ઉપલેટા પાલિકાનો ૬ લાખ લિટરનો પાણીનો ટાંકો તૂટયો, સદ્નશીબે જાનહાનિ ટળી

  • September 25, 2023 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા નગરપાલિકા સંચાલિત શહેરને પાણી પુ‚ં પાડતાં કોલકી રોડ પર ઓલ છ લાખની ક્ષમતા ધરાવતો પાણીનો ટાંકો ગઈકાલે બપોરે અચાનક ધડાકા સાથે તૂટી પડતા લતાવાસીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
કોલકી રોડ ઉપર આવેલ શહેરને પીવાનું પાણી પુ‚ પાડતા ૬ લાખ લિટર પાણીનો ટાંકો ગઈકાલે બપોરે ત્રણ વાગ્યે ધડામ તૂટી પડતા લોકો ભયભીત બની ગયા હતા. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી પણ આજુબાજુના લતાવાસીઓ દ્વારા બે વખત લેખિતમાં રજૂઅતા કરવા છતાં આ ટાંકીને તોડી નહીં પડાતા રોષ જોવા મળ્યો હતો.


ઘટનાની જાણ થતાં જ ચીફ ઓફિસર નિલમ ધેટિયા ઘટના થળે દોડી ગયા હતા. તપાસના આદેશો આપ્યા હતા અને જે બાજુમાં આવેલ ટાંકાનો પણ રિપોર્ટ કરવા આદેશ આપ્યા હોવાનું જાણવા મળેલ છે.
તૂટી પડેલો ટાંકો ૨૦૧૯માં રિપોર્ટનાં આધારે આ પાણીના ટાંકાની છતમાં વધુ બે વર્ષની હોવાનું જણાવેલ પણ પાણી વિતરણની નવી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ ટાંકામાં લિમીટમાં પાણી ભરવા પાણી પુરવઠા વોર્ડને સૂચના પણ પાલિકા દ્વારા આપવામાં આવેલ હતી.૧૫ વર્ષ પહેલા બંધાયેલ ટંકો તૂટી પડતા મોટા ધડાકાને કારણે લતાવાસીઓની અગાસી ઉપર પણ પથ્થર પડયા હતા પણ કોઈ જાનહાનિ થવા પામેલ નહોતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application