શહેરની એકતા અને સિઘ્ધનાથ પ્રાથમિક શાળા ખાતે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી

  • January 31, 2024 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એકતા પ્રાથમિક શાળા ઋષિકેશ વિદ્યાલય અને જય સિધ્ધનાથ પ્રાથમિક શાળા દ્વારા સંયુક્ત રીતના એકતા પ્રાથમિક શાળા ના પટાંગણમાં ૭૫ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી જેમાં આઠ વાગ્યે સવારના માર્ચપાસ સાથે પ્રભાત ફેરી યોજી જેમાં વંદે માતરમ ભારત માતાકી જય ના નારા સાથે સમગ્ર એરિયાને દેશભક્તિમય બનાવી દીધો હતો ત્યારબાદ ૮:૪૫ મિનિટે શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમ વાલીગણ વિદ્યાર્થી ગણ અને મહેમાન ગણો ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર સુભાષભાઈ જોશી શાળાના ટ્રસ્ટીગણ જયેન્દ્રભાઈ પરમાર વાસંતીબેન પરમાર તેમજ વોર્ડ નંબર ચારના કોર્પોરેટરની રચનાબેન માડમ નંદાણીયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય આનંદભાઈ ગોહિલ તેમજ સીતારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રિતેશભાઈ દાણીધારિયા હાજર રહ્યા હતા
જેમાં શાળામાં ખોખો કબડી ક્રિકેટ ટેબલ ટેનિસ બેડમિન્ટન વગેરે જેવા સ્પર્ધાઓ યોજવામાં આવેલી હતા તે વિજેતાઓને મેડલ અને  શિલ્ડ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ સીતારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રિતેશભાઈ દાણીધારીયા વોર્ડ નંબર ચારના કોર્પોરેટરની રચનાબેન માડમ નંદાણીયા તેમજ આનંદભાઈ ગોહિલે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત સંબોધન કર્યું હતું.
શાળામાં કુલ ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક સાંસ્કૃતિક કાર્યક્રમ માં ભાગ લઈ સવારના ૯:૦૦ વાગ્યાથી બપોરના ૧:૩૦ વાગ્યા સુધીમાં દેશભક્તિ ગીત પર ડાન્સ અયોધ્યામાં ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા યોજાયો તેને અનુરુપ નાટકો અને ડાન્સ અને પ્રસંગિક નાટકો અને ડાન્સ રજૂ કરી અને સમગ્ર એરિયા ને દેશભક્તિમય અને રામમય વાતાવરણ બની ગયું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા ૧૫ દિવસથી આચાર્ય પરમાર પિયુષ ભાઈના માર્ગદર્શન નીચે તમામ વાલીગણ અને શિક્ષક ગણે ખૂબ મહેનત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application