રૂ. ૩૬.૨૫ લાખ ની વીજ ચોરી ઝડપાઈ
જામનગર શહેર-જિલ્લા સહિત હાલાર પંથક મા ગત સોમવાર થી વીજ તંત્ર દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે ગઈકાલે પાંચમા દિવસે પણ ચાલુ રહી હતી, અને હાલાર માં ૪૪ વિજ ચેકીંગ ટુકડીઓ ને દોડતી કરાવાઇ હતી. જેના દ્વારા વધુ કુલ રુ. ૩૬. ૨૫ લાખ ની પાવાર ચોરી ઝડપી લેવામાં આવી હતી.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા સોમવારે જામનગર શહેર ના જુદા જુદા વિસ્તારમાં ૨૬ જેટલી વિજચેકિંગ ટુકડી ને મેદાનમાં ઉતારવામાં આવી હતી,અને રુ.૨૩.૧૦ લાખ નાં વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા. મંગળવારે પણ વીજ ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને રૂપિયા ૨૫.૬૫ લાખ ના વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા.
જ્યારે ત્રીજા દિવસે વીજ ચેકિગ માં કુલ રુ. ૫૬.૨૫ લાખ નાં વીજ પૂરવણી બિલ આપવામાં આવ્યા હતા. તેમજ ગુરુવારે સતત ચોથા દિવસે પણ વીજ ચેકીંગ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી. અને વધુ ૫૭ લાખની પકડી લેવાઇ હતી. દરમિયાન ગઈકાલે વધુ ૪૪ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર શહેરના નાગનાથ ગઈટ, મેઘવારવાસ, નાગેશ્વર, ભારતવાસ અને સુભાષ બ્રિજ આસપાસ ના વિસ્તાર ઉપરાંત કાલાવડ તાલુકાના જામવાડી,મૂળીલા, ખીજડીયા સહિતના ગામોમાં ચેકિંગ કરાયું હતું.
ઉપરાંત દ્વારકા પંથકના શીવરાજપુર, હમુસર, વેરાવળ, શામળાસર સહિતના ઓખા મંડળ ના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું. અને કુલ ૫૩૭ વીજ જોડાણ તપાસવામાં આવ્યા હતા.
જેમાંથી ૮૮ વીજ જોડાણ મા ગેર રિતી જોવા મળી હતી. આવા આસામીઓને રૂપિયા ૩૬ લાખ ૨૫ હજાર નાં વીજ પુરવણી બિલ આપવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં ૨૧ લોકલ પોલીસ અને ૧૭ એસઆરપી જવાનો ની મદદ લેવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે કુલ 19 દાવેદારો મેદાનમાં
January 06, 2025 01:39 PMભાટિયામાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું
January 06, 2025 01:37 PMકલ્યાણપુરમાં અકળ કારણોસર પરપ્રાંતિય યુવાને આપઘાત કર્યો
January 06, 2025 01:34 PMકોસ્ટગાર્ડના ૪૯માં સ્થાપના દિન નિમિત્તે વાડીનાર ખાતે વૃક્ષારોપણ અભિયાન
January 06, 2025 01:32 PMકર્ણાટક બાદ ગુજરાતમાં HMPV વાયરસનો આતંક, અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ, જાણો ક્યાં છે દાખલ
January 06, 2025 12:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech