જામનગરમાં ગૌરવ દિન ઉજવણીમાં પોલીસનું અભેદ સુરક્ષાચક્ર

  • May 01, 2023 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

4 એસપી, 17 ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત બે હજારથી વધુનો કાફલો બંદોબસ્તમાં જોડાયો : જુદી જુદે સ્કવોડ દ્વારા ચેકિંગ-સધન પેટ્રોલીંગ : ભવ્ય પરેડ

જામનગરમાં આજે ગુજરાત ગૌરવ દિનની ભવ્ય ઉજવણીના અનુસંધાને પોલીસ વિભાગ દ્વારા અભેદ સુરક્ષાચક્ર ગોઠવવામાં આવ્યું છે, મુખ્ય ટ, કાર્યક્રમ સ્થળ સહિતના વિસ્તારોમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને માર્ગદર્શન હેઠળ પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં જુદા જુદા જીલ્લાના 4 એસપી, 17 ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ, એસઆરપી જવાનો સહિતના 2000થી વધુ સુરક્ષાકર્મીઓ બંદોબસ્ત જાળવશે તેમજ બપોર બાદ ગૌરવ દિન નિમિતે ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સ્થાપના દિનની રાજયકક્ષાની ઉજવણી જામનગર ખાતે થઇ રહી છે, જે અંગે વહિવટી અને પોલીસતંત્ર દ્વારા છેલ્લા એક પખવાડીયાથી જુદી જુદી તૈયારીઓ કરવામાં આવી હતી, ખાસ કરીને કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ભવ્ય પરેડનું આયોજન કરાયું છે જે માટે સતત રીહર્સલ કરાયું હતું, વરસાદી વાતાવરણમાં પણ પરેડ રીહર્સલ થયું હતું, ગૌરવ દિનની ભવ્ય ઉજવણી નિમિતે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના સીધા માર્ગદર્શન હેઠળ જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા એકશન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો, આ બંદોબસ્તમાં 4 એસપી, 17 ડીવાયએસપી, 33 પીઆઇ, 112 પીએસઆઇ, 1141 પોલીસ જવાનો, એસઆરપીની એક કંપની, 300 હોમગાર્ડ, એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કવોડની ટુકડીઓ તેમજ બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિતના સુરક્ષાકર્મીઓને ફરજ સોપવામાં આવી છે.
જામનગર ઉપરાંત દેવભુમી દ્વારકા, રાજકોટ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી જીલ્લાના અધિકારીઓ અને પોલીસ જવાનો સુરક્ષામાં જોડાયા છે, મુખ્ય કાર્યક્રમ ટ તેમજ કાર્યક્રમ સ્થળ પર જવાનો તૈનાત કરાયા છે અને બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ દ્વારા ચેકીંગ કરાયું હતું તેમજ પોલીસની જુદી જુદી ટુકડીઓ દ્વારા રાઉન્ડ ધ પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે, આ કાર્યક્રમમાં યોજાનાર પરેડમાં એસઆરપી, એસએસબી, જેલ પ્રશાસન સહિતના સુરક્ષા જવાનોની ટુકડીઓ જોડાઇ છે.
ભવ્ય પરેડમાં બેન્ડ, ચેતક કમાન્ડો તેમજ મહિલા અને પુષ પોલીસ જવાનો હેરતઅંગેજ કરતબ દેખાડશે તેમજ ઘોડેસ્વાર પોલીસ જવાનો પણ જોડાશે, જાહેર જનતા માટે પોલીસ વિભાગ દ્વારા અદ્યતન અને પુરાતન શસ્ત્રોનું પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું છે,  જેમાં બોમ્બ ડીસ્પોઝલના સાધનો, નેત્રમ, બોડીવોર્ન કેમેરા, બુલેટપ્રુફ કાર, ઓટોમેટીક ગ્રેનેડ, રિવોલ્વરો, રાઇફલ, રાયોટગન, જીએફ રાઇફલ વિગેરે જેવા શસ્ત્રો નિહાળી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application