ગીરગઢડા નજીક બાબરીયા રેન્જ હેઠળ મધ્ય ગીરમાં ઘટાદર વૃક્ષોથી ઘેરાયેલા વિસ્તારમાં પાતાલેશ્વર મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર નિમિતે એટલેકે આજથી ભાવિકો મહાદેવનાં દર્શને જવા માટે સાત દિવસ સુઘી વનવિભાગ દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું છે.
૧૧ માર્ચ સવારે ૮થી સાંજે ૫ સુધી ખુલ્લ ું રાખવામા આવ્યુ છે. જેથી ભાવિકો દર્શનનો લાભ લઇ શકશે. જોકે ગીરમાં પ્રતિબંધિત વિસ્તાર આવેલો હોવાથી મહાશિવરાત્રિના તહેવારમાં જવા આવવા મંજુરી આપવામાં આવી છે.
ગીરનાં જંગલનાં કુદરતી પ્રકૃતિ વચ્ચે સૌંદર્ય વાતાવરણ વચ્ચે બિરાજમાન પાતાલેશ્વ મહાદેવનાં મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે શિવરાત્રી દરમિયાન યાત્રાળુઓને આવવા જવા સાત દિવસ સુધી શ્રધ્ધાળુઓને દર્શન માટે વન્ય વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવી છે.
જંગલનાં પ્રતિબંધ વિસ્તારમાં આવેલ પાતાલેશ્વ૨ ધામ મંદિરનાં બ્રહ્મલીન સંત મથુરાદાસ બાપુ ગુરુ અર્જુન દાસ બાપુએ વર્ષોની તપસ્યા કરીને પાતેશ્વર મહાદેવ ધામને ઉજાગર કરીને ગીરગઢડાનાં જામવાળા ચેકપોસ્ટ થી બાબરીયા ચેક પોસ્ટ થી સાત કિ.મી. દુર ઘટાટોપ વનરાઈ વચ્ચે આવેલું છે. પાતાશ્વર મહાદેવ મંદિર ખાતે જવાં માટે ગીરગઢડાથી ૧૬ ઉના થી ૩૪ જામવાળા થી ૧૬ તાલાલા થી ૪૭ કી. મી. નાં અંતર પ્રતિબંધ જંગલ વિસ્તારમાં આવેલ છે. આ મંદિરે આવતાં શ્રદ્ધાળુઓ માટે ચા-પાણી તેમજ મહા પ્રસાદની વ્યવસ્થા પણ ત્યાં રહેતા મહંત ધર્મદાસ દ્વારા રાખવામાં આવી છે. મહા શિવરાત્રી દરમિયાન અહીંયા ભાવિકોનો પ્રવાહ જોવા મળતો હોય છે. અને અહિ આવતાં શ્રદ્ધાળુઓએ પ્લાસ્ટિક તેમજ પાણીની બોટલ અને કચરો વન્ય વિસ્તારમાં જ્યાં ત્યાં પ્લાસ્ટિકનો કચરો ફેંકવો નહીં તેવી અપીલ પણ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech