અમેરિકાએ પાકિસ્તાનને મિસાઈલ પાર્ટસ આપતી ચીની કંપનીઓ પર મૂકયો પ્રતિબંધ

  • April 20, 2024 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાનના મિસાઈલ પ્રોગ્રામને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ લાંબા અંતરની અને બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે ટેકનિકલ વસ્તુઓ સપ્લાય કરતી ચીની અને બેલાસિયન કંપનીઓ પર પ્રતિબધં મૂકયો છે.

આ પ્રતિબધં ઝીઆન લોંગડે ટેકનોલોજી ડેવલપમેન્ટ, ચીનના તિયાનજિન ક્રિએટિવ સોર્સ ઈન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ગ્રાનપેકટ કંપની લિમિટેડ અને બેલાસના મિન્સ્ક વ્હીલ ટ્રેકટર પ્લાન્ટ પર લગાવવામાં આવ્યો છે. આ કંપનીઓ ખતરનાક હથિયાર બનાવનાર કંપનીઓને મદદ કરતી હતી.
અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવકતા મેથ્યુ મિલરે કહ્યું કે આ કંપનીઓ પાકિસ્તાનને મિસાઈલ બનાવવામાં મદદ કરી રહી છે. મિલરે કહ્યું કે અમેરિકા કોઈપણ ખોટા પગલાને રોકવા માટે હંમેશા પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે ચીન હંમેશાથી પાકિસ્તાનનું સાથી રહ્યું છે અને ઈસ્લામાબાદના સૈન્ય આધુનિકીકરણ કાર્યક્રમ માટે હથિયારો અને સંરક્ષણ ઉપકરણો પ્રદાન કરતું રહ્યું છે. આમાંની એક કંપની, મિન્સ્ક વ્હીલ ટ્રેકટર પ્લાન્ટ, પાકિસ્તાનના લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે વિશેષ વાહન ચેસીસ સપ્લાય કરે છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટની ફેકટ શીટ અનુસાર, આવી ચેસિસનો ઉપયોગ પાકિસ્તાનના નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેકસ (એનડીસી) દ્રારા બેલેસ્ટિક મિસાઈલો માટે લોન્ચ સપોર્ટ ઈકિવપમેન્ટ તરીકે કરવામાં આવે છે, જે મિસાઈલ ટેકનોલોજી કંટ્રોલ રેન્જ (એમટીસીઆર) બેલિસ્ટિક મિસાઈલોના વિકાસ માટે જવાબદાર છે.
ઝિઆન લોંગડે ટેકનોલોજી ડેવલપમેન્ટ કો., લિમિટેડ એનડીસી માટે પાકિસ્તાનના લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ માટે ફિલામેન્ટ વિન્ડિંગ મશીન સહિત મિસાઇલ–સંબંધિત સાધનો પૂરા પાડા હતા. આ ઉપરાંત, ગ્રાનપેકટ કંપની લિમિટેડે પાકિસ્તાનના એનડીસીને મોટા રોકેટ મોટર્સના પરીક્ષણ માટે સાધનો પણ પૂરા પાડા હતા.





    લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


    ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


    સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


    મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

    View News On Application