એસટીમાં હવે UPI સિસ્ટમ કાર્યરત...

  • October 27, 2023 12:46 PM 

એસટીમાં હવે UPI સિસ્ટમ કાર્યરત...

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા st વિભાગમા UPI સિસ્ટમની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. એસટી બસમાં નવા 2 હજાર UPI મશીન પણ આપવામાં આવ્યા છે, જેની મદદથી મુસાફરો UPI પેમેન્ટ કરી શકશે. ત્યારે મુસાફરો અને કંડક્ટર સહીત વિભાગને ખાસ ફાયદો થશે.


રાજ્યના st નિગમમા હવેથી ઓનલાઇન પેયમેન્ટ કરી ટિકિટની ખરીદી કરી શકાશે. સામાન્ય રીતે છુટ્ટા પૈસાની બાબતે કંડકટર અને મુસાફરો વચ્ચે અવાર નવાર રકઝક થતી હોવાની ઘટનાઓ બને છે. પરંતુ upi પેમેન્ટ થવાંથી આ બાબતે ખુબ જ ફાયદો થશે તેવું કંડક્ટરનું કહેવું છે. જામનગરમા દરરોજ 10 લાખ રૂપિયાની કેસમા આવક થાય છે, ઓનલાઇન પેયમેન્ટ થવાંથી આ આવક સીધી જ બેંકમા જમા થઇ જશે. 


જામનગર st વિભાગમા મોટી સંખ્યામા લોકો મુસાફરી અર્થે આવતા હોઈ છે. દરરોજ પાંચથી છ હજાર જેટલાં મુસાફરો ડેઇલી જામનગર st મા નોંધાય છે. બીજી બાજુ અનેક એવા રૂટ છે જેની ટિકિટમા છૂટા પૈસાની માથાકૂટ થતી હોઈ છે. જેમાં ક્યારેક કંડક્ટરને પૈસા લેવાના નીકળે છે તો ક્યારેક મુસાફરોના પૈસા બાકી રહી જાય છે. ઓનલાઇન પેમેન્ટ કરવાથી કંડક્ટર અને મુસાફર બંનેને ફાયદો થશે.

કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી ડિજિટલ ઇન્ડિયાનું અભિયાન ચલાવવામા આવી રહ્યું છે. ત્યારે રાજ્યનું st નિગમ પણ હવે ડિજિટલ બની ગયું છે. ત્યારે મુસાફરો અને કર્મચારીઓનો સમય પણ બચશે તેવું જણાવવામા આવી રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application